મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે BSE Sensex અને NSE Nifty નજીવા વધારા સાથે ખુલ્યા હતા. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. ઉપરાંત દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 66,988 અને 20,133 ના મથાળે સપાટ બંધ રહ્યા હતા.
BSE Sensex : આજે 30 નવેમ્બર ગુરુવાર રોજ BSE Sensex ગતકાલના 66,901 બંધની સામે 62 પોઈન્ટ વધીને 66,963 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતના કારોબારમાં 67,069 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ અચાનક 459 પોઈન્ટની ડૂબકી મારી 66,610 પોઈન્ટ ડાઉન ગયો હતો. BSE Sensex હળવા સુધારા સાથે ખુલ્યા બાદ વેચવાલીના પગલે પ્રથમ ડાઉન ગયો હતો. જોકે, યુરોપિયન માર્કેટ ખુલતાની સાથે ભારતીય બજાર પર સીધી અસર થઈ હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ લગભગ 378 પોઈન્ટની રિકવરી નોંધાવીને 87 પોઇન્ટ વધીને 66,988 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.13 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના NSE Nifty ઈનડેક્સ 20,108 પોઈન્ટના ઓપનીંગ સામે ટ્રેડિંગ સેશનના અંતે 37 પોઈન્ટના વધારા બાદ 20,133 ના મથાળે સપાટ બંધ થયો હતો. જે 0.18 ટકાનો વધારો દર્શાવે છે. શરુઆતી કારોબારમાં NSE Nifty 20,158 પોઈન્ટની ડે હાઈ બનાવ્યા બાદ અચાનક 62 પોઈન્ટની ડૂબકી મારી 20,015 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે, દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. ગતરોજ NSE Nifty 20,096 ના મથાળે બંધ રહ્યો હતો.
બજારમાં ભરપૂર એક્શન : શેરબજારમાં ઉપરી સ્તરેથી દબાણ નોંધાઈ રહ્યું છે. તેનું કારણ આઈટી સેક્ટરમાં વેચવાલી છે. Nifty IT અને Bank ઈન્ડેક્સ નીચા મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો.
ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ (3.22 %), સન ફાર્મા (1.63 %), JSW સ્ટીલ (1.65 %), એમ એન્ડ એમ (2.40 %) અને વિપ્રો (1.67%)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક (-1.44 %), પાવર ગ્રીડ કોર્પો (-1.11 %), એશિયન પેઇન્ટ્સ (-0.95 %), રિલાયન્સ (-0.78 %) અને ટાટા મોટર્સ (-0.77 %)નો સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1093 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1022 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં રિલાયન્સ, ટાટા મોટર્સ, HDFC બેંક અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.