ETV Bharat / business

GSTમાં ગયા વર્ષ કરતા 2022માં 20 ટકાનો વધારો નોંધાયો, જાણો કેટલો થયો વેપલો - માલની આયાતથી આવક

દેશમાં GST ને લઈને નાણા મંત્રાલયે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી (GST REVENUE COLLECTION 2022) ગયું છે. 2021ની સરખામણીમાં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો (20 percent increase in GST collection) થયો છે.

GSTમાં ગયા વર્ષ કરતા 2022માં 20 ટકાનો વધારો નોંધાયો

author img

By

Published : May 1, 2022, 5:01 PM IST

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી (GST REVENUE COLLECTION 2022) ગયું છે. રવિવારે એક નિવેદનમાં આ માહિતી આપતા નાણા મંત્રાલયે કહ્યું કે, ટેક્સ અનુપાલનમાં સુધારાને કારણે GST કલેક્શનના આંકડામાં સુધારો થયો છે. એપ્રિલ 2022 માં GSTR-3B માં કુલ 1.06 કરોડ GST રિટર્ન ફાઇલ (GST return file) કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2021ની સરખામણીમાં એપ્રિલ 2022માં GST કલેક્શનમાં 20 ટકાનો વધારો (20 percent increase in GST collection) થયો છે.

આ પણ વાંચો : GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક

રાજ્ય GST નો હિસ્સો 41,793 કરોડ : મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં ગ્રોસ GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ પર પહોંચી ગયું છે. આ માર્ચ 2022માં અગાઉના 1.42 લાખ કરોડના ઉચ્ચ સ્તર કરતાં લગભગ 25,000 કરોડ વધુ છે. મંત્રાલયે જણાવ્યું કે, એપ્રિલમાં GST કલેક્શન 1,67,540 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ GST (CGST)નો હિસ્સો 33,159 કરોડ, રાજ્ય GST (SGST)નો હિસ્સો 41,793 કરોડ અને સંકલિત GST (IGST)નો હિસ્સો 1,939 કરોડ હતો. IGSTમાં માલની આયાત પર 36,705 કરોડ ઊભા થયા હતા. તે જ સમયે, આમાં સેસનો હિસ્સો 10,649 કરોડ હતો (માલની આયાત પર 857 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા).

આ પણ વાંચો : 2022 Changes Laws : 2022થી નિયમોમાં થશે મોટા ફેરફારો, જાણો...

અનુપાલનનું સ્તર સુધર્યું : મંત્રાલયે કહ્યું કે, સ્પષ્ટ સંકેતો છે કે અનુપાલનનું સ્તર સુધર્યું છે. ટેક્સ એડમિનિસ્ટ્રેશને આ અંગે ઘણા પગલાં લીધા છે, જેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વિભાગે કરદાતાઓને સમયસર રિટર્ન ફાઇલ કરવા માટે પ્રોત્સાહિત કરીને કર અનુપાલનની સુવિધા પણ આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.