ETV Bharat / business

GST Collection March 2022: માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક - જાન્યુઆરી 2022નું કુલ જીએસટી કલેક્શન

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી ગ્રોસ રેવન્યુ કલેક્શન માર્ચ 2022 (GST Collection March 2022)માં રૂપિયા 142095 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે, જે અગાઉના રૂપિયા 140986 કરોડના રેકોર્ડને વટાવી ગયું છે. કેન્દ્રીય નાણા મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી હતી.

માર્ચમાં GST કલેક્શને ધ્વસ્ત કર્યા રેકોર્ડ, સરકારને 1.42 લાખ કરોડની થઈ આવક

author img

By

Published : Apr 1, 2022, 6:47 PM IST

નવી દિલ્હી: નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્ચ 2022માં GST કલેક્શન (GST Collection March 2022) 142095 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ GST (central gst march 2022) રૂપિયા 25830 કરોડ, સ્ટેટ GST રૂપિયા 32378 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST (Integrated GST march 2022) રૂપિયા 74470 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલા 39,131 કરોડ રૂપિયા સહિત) હતો. સેસ રૂપિયા 9417 કરોડ હતો (માલની આયાત પર એકત્ર કરાયેલા રૂપિયા 981 કરોડ સહિત).

IGSTના રૂપિયા 20 હજાર કરોડની પતાવટ- માર્ચ 2022માં ગ્રોસ GST કલેક્શન જાન્યુઆરી 2022 (Gross GST Collection January 2022)મહિનામાં એકત્ર થયેલા રૂપિયા 140986 કરોડના અગાઉના રેકોર્ડને તોડીને સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી રૂપિયા 29816 કરોડ, CGSTમાં રૂપિયા 25032 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે 50:50ના ગુણોત્તરમાં તદર્થ ધોરણે માર્ચમાં IGSTના રૂપિયા 20000 કરોડની પતાવટ કરી હતી.

આ પણ વાંચો: GST Collection in January: જાન્યુઆરીમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 1.38 લાખ કરોડ રૂપિયા રહ્યું

માર્ચ 2020 કરતા માર્ચ 2022માં GSTની આવક 46 ટકા વધુ- નિયમિત સેટલમેન્ટ પછી માર્ચ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST (Total Revenue of States CGST) માટે રૂપિયા 65646 કરોડ અને SGST માટે રૂપિયા 67410 કરોડ રૂપિયા છે. કેન્દ્રએ મહિના દરમિયાન રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 18252 કરોડ રૂપિયાનું GST વળતર પણ બહાર પાડ્યું છે. માર્ચ 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 15 ટકા વધુ છે અને માર્ચ 2020માં GST આવક કરતાં 46 ટકા વધુ છે.

ફેબ્રુઆરી 2022માં જનરેટ થયેલાં ઈ-વે બિલની સંખ્યા જાન્યુઆરી કરતા વધુ- માર્ચ મહિના દરમિયાન માલની આયાતમાં (Income from import of goods)થી આવક 25 ટકા વધુ હતી અને ઘરેલું વ્યવહારો (સેવાઓની આયાત સહિત)ની આવક અગાઉના વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી થયેલી આવક કરતાં 11 ટકા વધુ હતી. ફેબ્રુઆરી 2022 મહિનામાં જનરેટ થયેલા ઈ-વે બિલની કુલ સંખ્યા 6.91 કરોડ છે, જે જાન્યુઆરી 2022 (6.88 કરોડ) મહિનામાં જનરેટ થયેલા ઈ-વે બિલ કરતાં વધુ છે, જ્યારે ફેબ્રુઆરી મહિનો નાનો હોય છે.

આ પણ વાંચો: DGGI Target Cripto Exchange : ટેક્સ ચોરીની શંકા સાથે વઝીરએક્સ સહિત લક્ષ્ય પર છે દેશભરના ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ

મંત્રાલયે શું કહ્યું?- આર્થિક સુધારાની સાથે ચોરી વિરોધી પ્રવૃત્તિઓ, ખાસ કરીને નકલી બિલર્સ સામેની કાર્યવાહી GSTમાં વધારો કરવામાં ફાળો આપી રહી છે. મંત્રાલયે કહ્યું કે, માર્ચ 2022 માટે GST કલેક્શન પાછલા વર્ષના સમાન સમયગાળા કરતા 15 ટકા વધુ છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, કાઉન્સિલ દ્વારા રિવર્સ કર માળખું સુધારવા માટે દરોના તર્કસંગત (તૈયાર માલ કરતાં કાચા માલ પર વધુ કર) બનાવવાના કારણે પણ GST સંગ્રહમાં વધારો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.