મે મહિનામાં ઓટો ઈન્ડસ્ટ્રીઝના હોલસેલ વેચાણમાં ભારે ઘટાડો થયો છે. કારણ કે માર્કેટમાં ડિમાન્ડ ઘટી છે. અને સ્ટોક ભરેલો પડ્યો છે. કાર માર્કેટનો લીડર મારૂતી સુઝુકીએ મે-2019માં વેચાણ ઘટયું હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીના ઉત્પાદનોમાં ચેરી માલવાહકને છોડીને સિયાઝ, બ્રેઝા સહિત તમામ વાહનોના વેચાણમાં નેગેટિવ ગ્રોથ નોંધાયો છે.
મારૂતિ સુઝુકીએ મે-2019માં વેચાણમાં 22 $નો ઘટાડો નોંધાવ્યો છે. કંપનીને મે-2019માં કુલ 1,34,641 કારનું વેચાણ કર્યું છે. વીતેલા વર્ષે મે-2019માં 1,72,512 ગાડીનું વેચાણ કર્યું હતું. કંપનીમાં સૌથી ઓછુ વેચાણ મે-2015માં થયું હતું. આ વર્ષે તેના કરતા પણ ઓછું વેચાણ થયું છે. મારૂતિઅએ સ્થાનિક બજારના વેચાણમાં 23.1 $નો ઘટાડો નોંધાવ્યો છે. આ વર્ષના મે મહિનામં 1.62 લાખ યુનિય વેચ્યા હતા. જ્યારે વીતેલા વર્ષના મે મહિનામાં 1.25 લાખ યુનિટ વેચાણ થયું હતું.
એવી જ રીતે બીજી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ મે મહિનામાં કુલ ઓટો વેચાણમાં 3 $નો ઘટાડો થયો છે. વીતેલા વર્ષ મે -2018માં 46,848 વાહનોનું વેચાણ કર્યું હતું. ચાલુ વર્ષના મે 2019માં 45,421 વાહનોનું વેચાણ કર્યું છે. ઓટો સેકટરના અગ્રણીનું કહેવું હતું કે, ગ્રાહકોનો ઉત્સાહ અને માંગ ચૂંટણી પહેલા સારા હતા. પણ પછી ઘટાડો થયો હતો. હવે અમારુ ફોક્સ સ્ટોક ઠીક કરવા પર છે.
મારૂતિ, મહિન્દ્રા, તાતા અને હોન્ડા સહિત કાર ઉત્પાદક કંપનીઓએ મે-2019માં વાહનોના વેચાણમાં 20 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. કાર વેચાણમાં મંદી આવી તેવું નથી, ટ્રેકટરના વેચાણમાં પણ ઘટાડો થયો છે. ટ્રેક્ટરના મે મહિનાના વેચાણમાં 17 $નો ઘટાડો આવ્યો છે. ગત વર્ષે મે 2018માં ટ્રેકટરનું વેચાણ 28,199 હતું. જ્યારે ચાલુ વર્ષ મે 2019માં 23,539 ટ્રેકટરનું વેચાણ થયું હતું.
તાતા મોટરના વેચાણમાં 26 $નો ઘટાડો થયો છે. ગત વર્ષ 2018ના મે મહિનામાં 54,290 વાહનો વેચ્યા હતા. ચાલુ વર્ષ 2019ના મે મહિનામાં 40,155 વાહનો જ વેચાયા હતા.