મુંબઈઃ ભારતીય શેરબજારની શુક્રવારે તેજીથી શરૂઆત થઈ હતી અને સેન્સેક્સ 47 હજારથી ઉપર ખૂલ્યો હતો. નિફ્ટી પણ મજબૂતી સાથે ખૂલ્યા બાદ 13,771ની ઊંચાઈએ જોવા મળ્યો હતો. એશિયાના અન્ય બજારોમાં સકારાત્મક સંકેત ન મળવાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને રેકોર્ડ ઊંચાઈએથી ગબડી પડ્યા હતા. બંને ઈન્ડેક્સમાં લાલ નિશાનની સાથે વેપાર ચાલી રહ્યો છે.
ઈન્ડેક્સે ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરી હતી
સેન્સેક્સ સવારે 9.24 વાગ્યા ગયા સત્રથી 34.45 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 46,555.88 પર ટકી રહ્યો હતો અને નિફ્ટી પણ 14.20 પોઈન્ટ એટલે કે 0.10 ટકાની કમજોરી સાથે 13,726.50 પર વેપાર કરી રહ્યો હતો. જોકે આની પહેલા બંને ઈન્ડેક્સે ઐતિહાસિક ઊંચાઈ હાંસલ કરી હતી. શેરબજારના જાણકારો કહે છે કે, અમેરિકામાં કોરોનાના પ્રકોપના કારણે મળી રહેલા આર્થિક પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન પેકેજની આશાથી રોકાણકારોમાં પણ તેજી જોવા મળી છે, પરંતુ એશિયાના અન્ય બજારોથી સકારાત્મક સંકેત ન મળવાથી ઘરેલુ શેરબજારમાં પ્રારંભિક વેપાર સરળ બન્યો.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ ગબડ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેર પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ગયા સત્રમાં 135.68 પોઈન્ટની તેજી સાથે 47026.02 પર ખૂલ્યો, પરંતુ તરત જ 46842.60 પર આવી ગયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના 50 શેરો પર આધારિત પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ગયા સત્રમાં 23.70 પોઈન્ટની તેજી સાથે 13764.40 પર ખૂલ્યો અને 13.771.45 સુધી ઉપર ગયા બાદ પાછો ગબડીને 13722.35 પર આવી ગયો.