શેર બજારમાં ઉછાળો
સેન્સેક્સ 44 હજારને પાર
નિફ્ટીમાં પણ 90 અંકોનો ઉછાળો
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારોમાં સારી તેજીની સાથે શરૂઆત થઇ છે. સેન્સેક્સ 370 અંકોની મજબુતી સાથે 44,000 ઉપર પહોંચ્યો છે, નિફ્ટીમાં પણ 90 અંકોનો ઉછાળો થયો છે અને તે 12 હજાર 870 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. સોમવારે અમેરિકી બજારમાં પણ દિવસના ઉપરી સ્તર પર બંધ થયા હતા.
ભારતીય બજારોમાં સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો બેન્ક, ઑટો, મેટલ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક 1 ટકા વધીને 28 હજાર 900 પર કારોબાર કરી રહ્યો છે. ઑટો ઇન્ડેક્સમાં પણ અડધો ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે, નિફ્ટીમાં 34 શેર વધીને અન્ય 16 શેર લાલ નિશાનની સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 30 શેરોમાંથી 20 શેરોમાં તેજી છે, જ્યારે 10 શેરોમાં લાલ નિશાનની સાથે કારોબાર કરી રહ્યા છે.
નિફ્ટીમાં વધારો થનારા શેર
ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, SBI, ભારતી એરટેલ, HDFC બેન્ક, JSW સ્ટીલ, M&M, શ્રીરામ સીમેન્ટ, એશિયન પેન્ટ્સ, રિલાયન્સ, GAIL, મારુતિ, કોલ ઇન્ડિયા
બેન્ક શેરમાં તેજી
બંધન બેન્ક, ફેડરલ બેન્ક, SBI, HDFC બેન્ક, ઇન્ડ્સઇંડ બેન્ક, બેન્ક ઑફ બડોદા, PNB, RBL બેન્ક, એક્સિસ બેન્ક
મેટલ શેરોમાં મજબુતી
ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન કૉપર, હિંડાલ્કો, જિંદલ સ્ટીલ, JSW સ્ટીલ, NALCO, કોલ ઇન્ડિયા, SAIL