ત્યારબાદ સવારે 11.14 વાગ્યે સેનસેક્સ 400 પોઇન્ટ એટલે કે 1.07 ટકા ગગડીને 37,077 પર કારોબાર કરી રહ્યો હતો.
BSEના 30 શેર પર આધારિત સેનસેક્સ સવારે 93.94 અંક ઘટીને 37,387.18 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 25.2 અંકોના મામુલી ઘટાડા સાથે 11,060.20 પર ખુલ્યું.
ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી . ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 59 પૈસા ઉછળીને 69.20 ના સ્તર પર ખુલ્યો હતો.