ભારતીય સ્ટેટ બેંકે પોતાની પાસે અત્યારે કેશ ધન વધુ પ્રમાણમાં હોવાને કારણે તથા વ્યાજ દરમાં ઘટાડાનો હવાલો આપતા દરેક પ્રકારના ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે જણાવ્યું છે કે નવા વ્યાજ દર 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે. SBIએ સોમવારે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળાની 179 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 0.5 થી 0.75 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ જ રીતે લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટ પર રીટેઇલ વેચાણના વ્યાજદર પર 0.20 અને જથ્થાબંધ કપડાના વ્યાજદરમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી બેંકે બે કરોડ રુપિયા અને તેના કરતા ઉપરની રકમના વ્યાજદર પર પણ ઘટાડો કરવામાં આવ્યો છે