- પેટ્રોલ-ડીઝલના ભાવે સામાન્ય વ્યક્તિની કમર તોડી નાખી
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા
- પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 24 પૈસા અને 15 પૈસા વધ્યા
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા એક મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાએ સામાન્ય વ્યક્તિની કમર તોડીને મૂકી દીધી છે. ત્યારે હવે ફરી એક વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. દિલ્હીમાં શનિવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 24 પૈસા અને 15 પૈસા પ્રતિ લિટરે વધારો કર્યો છે. રાજ્યભરમાં સ્થાનિક ડ્યૂટીના સ્તરને આધારે દેશભરમાં તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20-30 પૈસાની વૃદ્ધિ થઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યાનુસાર, શનિવારે ભાવ વધારાના પગલે વૈશ્વિક બજારોમાં ઉત્પાદનના ભાવમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતા બ્રેન્ટ ક્રુડની કિંમત હવે 66 બેરલથી વધારે થઈ ગઈ છે. જ્યારે થોડા દિવસ પહેલા બેરલની કિંમત 60 ડોલરની નીચે હતી.
વર્ષ 2021 શરૂ થયું ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ 26 વખત વધ્યા
પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 ફેબ્રુઆરીથી સતત વધી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી પેટ્રોલ રૂ. 4.22 પ્રતિ લિટર અને ડીઝલમાં રૂ. 4.34 પ્રતિ લિટરનો વધારો થયો છે. જોકે, અમુક શહેરોમાં તો પેટ્રોલની કિંમત રૂ. 100ને આંબી ગઈ છે. મુંબઈમાં રૂ. 2.4 પ્રતિ લિટરે કિંમત વધતા પેટ્રોલની કિંમત રૂ. 97.57 થઈ છે. જ્યારે ડીઝલની કિંમત રૂ. 90 પ્રતિ લિટર છે. વર્ષ 2021 શરૂ થયું ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 26 વખત વધારો થયો છે.