મુંબઇઃ શેર બજારની શરૂઆત બુધવારે કોઇ ઉત્સાહપુર્વક સંકેત નહીં મળવા છતાં વધારાની સાથે સેન્સેક્સ 200 અંક પર ખુલ્યા હતા અને નિફ્ટી પણ વધારા સાથે કારોબારની શરુઆત કરી હતી.
સવારે 9.29 કલાકે સેન્સેક્સ 84.49 પોઇન્ટ એટલે કે, 0.28 ટકા તેજીની સાથે 30721.65 પર જ્યારે નિફ્ટી 15.80 અંક એટલે કે, 0.18 ટકાની તેજી સાથે 8997.25 પર કારોબાર કર્યો હતો.
બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સેન્સેક્સ ગત્ત સત્રથી સેન્સેક્સ 219.43 અંકના વધારા સાથે 30,856.14 પર ખુલ્યા પરંતુ આરંભિક કારોબાર દરમિયાન 30592.13 સુધી ગગડ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર પર આધારિત નિફ્ટી ગત્ત સત્રમાં 45.30 ટકા વધીને 9026.75 પર ખુલ્યો અને 9030.80 સુધી ઉપર આવ્યો હતો, પરંતુ જલ્દી જ તે ગગડીને 8959.70 સુધી નીચે આવ્યો હતો.
આ પહેલા મંગળવારે સેન્સેક્સ કારોબાર દરમિયાન એક સમયે 30,378.26 અંક સુધી નીચે આવ્યો હતો. પરંતુ અંતમાં તે 1,011.29 અંક એટલે કે, 3.20 ટકા નીચે રહીને 30,636.71 અંક પર બંધ થયો હતો.
જ્યારે નિફ્ટી 280.40 અંક એટલે કે, 3.03 ટકાના ઘટાડા સાથે 8,981.45 અંક પર બંધ થયો હતો.