- શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે તેજી
- નિફટીએ ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી
- નિફટીએ 15,469ની નવી હાઈ બનાવી
અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના કામકાજના છેલ્લા દિવસે નવી લેવાલી આવી હતી. જૂન ફ્યુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો પહેલો દિવસ હતો, જેથી સટોડિયાઓએ ફયુચરમાં નવી લેવાલી કાઢી હતી. દેશમાં કોરોના કાબૂમાં આવતો જાય છે અને બીજી તરફ વૈશ્વિક (Stock Market) સ્ટોક માર્કેટની તેજીના અહેવાલો હતા. જેથી (FII) એફઆઈઆઈની નવી ખરીદીના ઓર્ડર આવતાં શેરોના ભાવ એકતરફી વધ્યાં હતાં.
બીએસઈ સેન્સેક્સ 307.88 ઉછળ્યો
મુંબઈ શેરબજારનો (BSE) સેન્સેક્સ આગલા બંધ 51,115.22ની સામે 51,381.27ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શરૂમાં ઘટી 51,258.69 થઈ અને ત્યાંથી ઝડપી વધી 51,529.32 થઈ અને અંતે 51,422.88 બંધ થયો હતો, જે 307.88(0.60 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
નિફટી 97.88 ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો (Nifty) નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 15,337.85ની સામે આજે સવારે 15,421.20 ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો., જે શરૂમાં ઘટી 15,394.75 થઈ અને ત્યાંથી વધી 15,469.65 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે 15,435.65 બંધ રહ્યો હતો, જે 97.80(0.64 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
આ પણ વાંચોઃ ઈગ્નિશન કોઈલથી મિસફાયરિંગની સંભાવનાના કારણે રોયલ એન્ફિલ્ડે 2.36 લાખ બાઈક્સ રિકોલ કરી
આજની તેજીમાં રીલાયન્સની આગેવાની
આજની તેજીમાં (Reliance)રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાની હતી. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં (Stock market rally) જોરદાર લેવાલી આવી હતી અને શેરનો ભાવ 6 ટકા ઉછળી 2094ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે રીલાયન્સનું સેન્સેક્સમાં 11 ટકા જેટલું વેઈટેજ છે.
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ માઈનસ
શેરબજારમાં ભલે તેજી જોવા મળી હોય પણ રોકડાના નાના અને મીડીયમ કદના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું. મીડકેપ ઈન્ડેક્સ 0.12 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા માઈનસ બંધ રહ્યાં હતાં.
ટોપ ગેઈનર્સ સ્ટોક
આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં રીલાયન્સ(5.90 ટકા), એમ એન્ડ એમ(2.13 ટકા), એચડીએફસી બેંક(1.47 ટકા), એચડીએફસી(1.37 ટકા) અને કોટક મહિન્દ્રા(1.23 ટકા)નો સમાવેશ થાય છે.
ટોપ લુઝર્સ સ્ટોક
આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં સન ફાર્મા(4.30 ટકા), બજાજ ફિનસર્વ(1.66 ટકા), નેસ્લે(1.49 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.46 ટકા) અને એક્સિસ બેંક(1.37 ટકા)નો સમાવેશ થાય છે.
નિફટીમાં 15,200 મજબૂત સપોર્ટ
અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટોના કહેવા પ્રમાણે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. નિફટીમાં 15,200નું મજબૂત સપોર્ટ લેવલ છે, જેથી આ સપોર્ટ લેવલ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. બ્લુચિપ સ્ટોકમાં રોકાણ કરવા એફઆઈઆઈની નવી ખરીદી નીકળી છે અને તેની સાથે પોર્ટફોલિયો સ્વીચઓવર કરવાનો પણ સમય છે.
આ પણ વાંચોઃ GST: કેસિનો, ઓનલાઇન ગેમિંગ પરના કરને ધ્યાનમાં લેવા એક સમિતીની કરવામાં આવી રચના