મુંબઇ: બીએસઈ સેન્સેક્સ સોમવારે 210 પોઇન્ટના ઘટાડા સાથે 34,961.52 પર બંધ રહ્યો. મુખ્યત્વે કોરોના વાઇરસના ચેપના વધતા જતા કેસો અંગે રોકાણકારોમાં વધતી ચિંતાને કારણે બેન્કો અને આઇટી કંપનીઓના શેરના વેચવાલીના કારણે બજારમાં ઘટાડો થયો હતો.
કારોબાર દરમિયાન સેન્સેક્સ એક સમયે 509 પોઇન્ટ ઘટ્યો હતો. છેલ્લે તે 209.75 પોઇન્ટ અથવા 0.60 ટકાના ઘટાડા સાથે 34,961.52 પોઇન્ટ સાથે બંધ થયો હતો.તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જજના 50 શેર પર આધારિત નિફ્ટી 70.60 અંક એટલે કે 0.68 ટકાના ઘટાડા સાથે 10,312.40 પોઇન્ટ પર બંધ રહ્યું હતું.
ઘટનારા શેર
સેન્સેક્સના શેરમાં એક્સિસ બેન્ક સૌથી વધુ નુકશાન થયું. તે લગભગ 5 ટકા ઘટ્યો હતો. આ સિવાય ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક, એલએન્ડટી, ઈન્ડસન્ડ બેન્ક, ઇન્ફોસિસ અને એનટીપીસી મુખ્યત્વે ઘટ્યા છે.
વધનારા શેર
બીજી તરફ એચડીએફસી બેન્ક, એચયુએલ, કોટક બેન્ક અને ભારતી એરટેલ નફામાં હતા.
એશિયાના અન્ય બજારો:
ચીનના શાંઘાઈ, હોંગકોંગ, જાપાનના ટોક્યો અને દક્ષિણ કોરિયાના સોલ નુકાશાનમાં રહ્યા. યુરોપના મુખ્ય બજારોમાં પ્રારંભિક કારોબારમાં થોડી તેજી જોવા મળી હતી.