આ લિસ્ટનું પ્રકાશન CEO WORLD મેગેઝીન દ્વારા કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD અંબાણીને 121 CEOની આંતરરાષ્ટ્રીય લીસ્ટમાં 49મું સ્થાન મળ્યું છે. સંજીવ સિંહને 69 અને શશી શંકરને 77મું સ્થાન મળ્યું છે. આ લિસ્ટમાં અન્ય ભારતીયોમાં SBIના ચેરમેન રજનીશ કુમારને 94, રાજેશ એકસ્પોર્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન રાજેશ મહેતાને 99, TCSના CEO રાજેશ ગોપીનાથન અને વિપ્રોના CEO આ બિદઅલી જેડ નીમચવાલાને 119નું સ્થાન આપવામાં મળ્યું છે.
પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને CEOની રેકિંગ વાળી એક લીંકને ટ્વીટ કરી છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૉલમાર્ટના CEO ડગલસ મૈકમિલન આ વર્ષના બધા જ ઉદ્યોગોના સૌથી શ્રેષ્ઠ CEOમાં પ્રથમ સ્થાને છે. લિસ્ટમાં બીજા સ્થાન પર રોયલ ડચ શેલના ગ્લોબલ ચીફ એક્ઝીક્યૂટિવ બેન વાન બ્યૂડેર્ન છે. ત્રીજા સ્થાને આર્સેલર મિત્તલના ચેરમેન અને CEO લક્ષ્મી મિત્તલ અને સાઉદી અરૈમકોના CEO અમીન એચ નાસિર ચોથા સ્થાન પર છે.
IOCએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ક્રોસવર્ડ પત્રિકામાં જણાવ્યા મુજબ, IOCના ચેરમેન સંજીવ સિંહ પણ ટોપ 100 CEOમાં સામેલ થયા છે. ONGCએ પણ શશી શંકરનો ટોપ 100માં સમાવેશ થયો છે તે વિશેની માહિતી ટ્વીટ દ્વારા આપી છે. 2019ની આંતરાષ્ટ્રીય લિસ્ટમાં BPના CEO બોબ ડુડલીને પાંચમુ, એક્ઝ્નોમોબિલના CEO ડેરન વુડ્સ છઠ્ઠા, ફોક્સવેગનના CEO હબર્ટ ડીઝ સાતમાં અને ટોયોટાના CEO આકિયો તોયોદો આઠમા સ્થાને છે. લિસ્ટમાં નવમાં સ્થાને એપલના CEO ટિમ કુક અને 10માં સ્થાને બર્કશાયર હૈથવેના CEO વારેન બફેટ છે. એમેઝોનના CEO 11માં, યુનાઇટેડ હેલ્થ ગ્રુપના CEO ડૈવિડ વિચમેન 12માં અને સેમસંગના CEO 13માં સ્થાને છે.