મુંબઇ: દેશના મુખ્ય શેર બજાર બોમ્બે સ્ટોક એક્સચેંજ અને નેશનલ સ્ટોર એક્સચેંજ રામનવમીને લીધે આજેે બંધ છે. આજના દિવસે બજારમાં કોઈપણ પ્રકારના વ્યવસાયિક કાર્યો નહીં થાય. જેથી શેર બજાર નિયમિત રીતે શુક્રવારે 3 એપ્રિલના રોજ ખુલશે.
આ પહેલા બુધવારના રોજ શેર બજારોમાં નિયમિત રીતે ખુલ્યા હતાં. પહેલા મંગળવારે બજારમાં ઘટાડો થયો હતો. આ નાણાંકીય વર્ષના પ્રથમ દિવસના બજારોમાં સ્પષ્ટ ઘટાડાના સંકેત રહ્યાં છે.
બોમ્બે સ્ટોક એક્સચેંજના 30 શેર્સ ધરાવતા સુક્રિટ સેંસેક્સ 1,203 અંકના ઘટાડા સાથે 28,265.31 અને નેશનલ સ્ટોર એક્સચેંજનું સૂચક નિફ્ટી 334.15 ટકાના ઘટાડા સાથે 8,263.60 બંધ રહ્યો હતો.