ફાઈનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર કોર્પોરેટ મંત્રાલય સેક્શન 140-5 હટાવીને પછી ડેલૉઈટ પર પ્રતિબંધ લગાવી શકે છે.
ગયા સપ્તાએ ડેલૉઈટના પૂર્વ સીઈઓની સીરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ એટલે કે SFIO એ આઈએલ એન્ડ એફએસના ઓડિટમાં થયેલી ગરબડ અંગે સવાલ જવાબ કર્યા હતા. હાલમાં જ એક વ્હિસલબ્લોઅરે SFIO ને એક પત્ર લખ્યો છે. જે પછી પૂછપરછમાં ઝડપ આવી છે. આઈએલ એન્ડ એફએસના ઓડિટમાં ગરબડ કરવા પર ડેલૉઈટ પર 5 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. જો આમ થશે કો પ્રાઈઝ વૉટરહાઉસ પછી આ બીજી ઓડિટ કંપની હશે કે તેના પર કામકાજનો પ્રતિબંધ લાગશે. આ પહેલા આઈટી કંપની સત્યમના ઓડિટમાં ગરબડ થવા પર પ્રાઈઝ વોટરહાઉસના કામકાજ પર પ્રતિબંધ લાગ્યો હતો.