- ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલે આપ્યું નિવેદન
- ગૂગલ પ્લે સર્વિસની સેવા ઘટાડીને 15 ટકા કરી દીધી
- 10 લાખ અમેરિકી ડોલર સુધીની આવકના ડેવલપર્સને ફાયદો
નવી દિલ્હીઃ ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ગૂગલે મંગળવારે એક નિવેદન આપ્યું હતું, જેમાં ગૂગલેે કહ્યું હતું કે, તેમણે એપ ડેવલપર્સ માટે પ્રતિ વર્ષ 10 લાખ અમેરિકી ડોલર સુધીની આવક પર ગૂગલ પ્લે સર્વિસની સેવા ફી ઘટાડીને 15 ટકા કરી દીધી છે.
આ પણ વાંચોઃ ગૂગલ પેના યુઝર્સ હવે નાણાકીય વ્યવહાર માટે મર્યાદા નક્કી કરી શકશે
10 લાખ ડોલરથી વધારે આવક પર 30 ટકા સુધી કમિશન લેવાશેઃ ગૂગલ
ગૂગલ પ્લે પર વસ્તુઓ અને સેવાઓ આપતા ડેવલપર્સને આ નિર્ણયથી ઘણો ફાયદો થશે. ગૂગલે કહ્યું કે, સેવા ફીમાં મુકવામાં આવેલો કાપ જુલાઈ 2021થી અમલમાં લેવાશે. ગૂગલે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ફેરફારથી પ્લેની સાથે વસ્તુઓ અને સેવાઓના વેચાણમાં 99 ટકા એપ ડેવલપર પર ફી 50 ટકા ઓછી થઈ જશે. ગૂગલે કહ્યું હતું કે, 10 લાખ ડોલરથી વધારે આવક પર 30 ટકા સુધી કમિશન લેવાશે.
આ પણ વાંચોઃ ગૂગલ સર્ચ એન્જિન, ડ્રાઇવ અને યુ ટ્યુબની સેવાઓ થઇ ઠપ્પ, વૈશ્વિક સ્તરે કરોડો યુઝર્સને પહોંચી અસર
પ્લેનો ઉપયોગ કરતા ડેવલપર્સને ફાયદો થશેઃ ગૂગલ
એન્ડ્રોએડ અને ગૂગલ પ્લેના ઉપાધ્યક્ષ સમીર સામતે કહ્યું હતું કે, ભારતમાં હજારો ડેવલપર્સ, જે ડિજિટલ સામાન બચાવવા માટે પહેલાથી જ પ્લેનો ઉપયોગ કરે છે. તેઓ આ ફેરફારનો લાભ મેળવી શકશે. સામતે કહ્યું કે, ગૂગલના આ ફેરફારની સાથે વૈશ્વિક સ્તર પર 99 ટકા ડેવલપર્લસ જે ફી ચૂકવતા હતા તેમાં 50 ટકાનો ઘટાડો થઈ જશે.