કરન્સી બજાર વિશ્લેષક જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઘટાડો તેમજ સ્થાનિક બજારમાં સતત રહેલી તેજીને કારણે રૂપિયાને ટેકો મળી રહ્યો છે.
તો બીજી બાજુ વિશ્વની 6 મુખ્ય કરન્સી સામે ડોલરની તાકાત સૂચક ડોલરની મજબૂતાઈમાં સતત ત્રણ દિવસ બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, ડોલર ઇન્ડેક્સ હજુ પણ 98ના સ્તરથી ઉપર નોંધાયેલો છે. ડોલર ઈન્ડેક્સ છેલ્લા સત્રથી 0.03 ટકાના ઘટાડા સાથે 98.028 નોંધાયો હતો.