મુંબઈ: ભારતીય શેરબજારમાં જોવા મળી રહેલો ઘટાડો ઓછો થતો દેખાઇ રહ્યો હતો. ભારતીય શેરબજાર ફરી એકવાર મંગળવારે લીલા નિશાન પર જોવા મળ્યા હતા. ગઇકાલના મોટા ઘટાડા પછી મંગળવારે માર્કેટે સારુ પ્રદશન કર્યું હતું. સેન્સેક્સ 1028.17 પોઇન્ટ (3.62%) ઉછળીને 29,468.49 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 316.65 પોઇન્ટ (3.82%) વધીને 8,597.75 પર બંધ રહ્યો છે.
આ પહેલૈ શરૂઆતી કારોબારમાં વિદેશી બજારોમાંથી મળેલા મજબૂત સંકેતોથી મંગળવારે શેરબજારમાં મજબૂત ખરીદીને પગલે મંગળવારે સ્થાનિક શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેનસેક્સ 1000 અંક કરતા પણ વધીને 29500 ઉપર જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી 300 અંકોના વધારા સાથે 8600 સુધી પહોંત્યું હતું.