રાજ્યસભા અને લોકસભા બન્નેની યાદી મુજબ મહત્વપૂર્ણ ઔદ્યોગિક સંબંધિત બિલ સહિત લગભગ 35 બિલ રજૂ કરવામાં આવશે. જેમાં પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનીક સિગરેટ (ઉત્પાદન, નિર્માણ, આયાત, નિકાસ, પરિવહન)નો સમાવેશ કરવામાં આવે છે.
સત્ર દરમિયાન બે મુખ્ય વટહુકમોને કાયદો બનાવવા સરકાર કામ કરશે. આવકવેરા અધિનિયમ, 1961 અને નાણા અધિનિયમ, 2019માં સુધારો કરી પ્રભાવશાળી બનાવવા સપ્ટેમ્બરમાં વટહુકમ જાહેર કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય નવી તથા ધરેલું ઉત્પાદન કરતી કંપની માટે આર્થિક મંદી અટકાવવા અને કોર્પોરેટના વેરો ઘટાડો કરી તેમને આર્થિક પ્રત્સાહન આપવાનું છે.
બીજો વટહુકમ પણ સપ્ટેમ્બરમાં જ બહાર પાડ્યો હતો. જેમાં ઈ-સિગરેટ અને તેના ઉત્પાદન, વેચાણ, આયાત અને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.
લોકસભા ચૂંટણીમાં મળેલી બહુમતિ સાથે ફરી સતામાં આવેલી ભાજપ સરકારનો આ કાર્યકાળમાં બીજુ સંસદ સત્ર છે.
આ મુખ્ય બિલો શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે
ચર્ચા અને રજૂ થનાર બિલની યાદી
- ચિટ ફંડ્સ (સુધારા) બિલ, 2019
પરિચય, ચર્ચા અને પસાર થનાર બિલની યાદી
- ઈ-સિગરેટ પ્રતિબંધ વટહુકમનું બિલ, 2019
- કરવેરા કાયદા (સુધારા) બિલ, 2019
- બહુ રાજકીય કો-ઓપરેટિવ સોસાયટીઝ(સુધારા) બિલ, 2019
- કંપની (બીજૂ સુધારા) બિલ, 2019
- સ્પર્ધાત્મક (સુધારા) બિલ, 2019
- નાદારી અને દેવાદારી (બીજો સુધારા) બિલ, 2019
- આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર અધિકાર બિલ, 2019
- ઔદ્યોગિક સંબંધ કોડ બિલ, 2019
- સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ (સુધારા) બિલ, 2019