નવી દિલ્હી: શાકભાજી, કઠોળ, માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજો મોંઘી થતાં જુલાઈમાં છૂટક ફુગાવો વધીને 6.93 ટકા થયો છે. એક વર્ષ અગાઉ જુલાઈમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવાનો દર 3.15 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) ના ડેટા અનુસાર રિટેલ ફુગાવાના પ્રારંભિક ડેટા જૂન મહિનામાં 6.09 ટકાથી સુધરીને 6.23 ટકા થઈ ગયા છે.
એનએસઓના ડેટા અનુસાર જુલાઈમાં ગ્રામીણ ભારતમાં ફુગાવો 7.04 ટકા હતો જ્યારે શહેરી વિસ્તારોમાં તે 6.84 ટકા હતો. આમ, સંયુક્ત ફુગાવાનો દર 6.93 ટકા રહ્યો.
ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં જુલાઇમાં માંસ અને માછલીમાં ફુગાવો 18.81 ટકા રહ્યો હતો. ડેટા અનુસાર, સમીક્ષા હેઠળના મહિનામાં તેલ અને ચરબીનો ફુગાવો 12..41 ટકા અને શાકભાજીનો 11.29 ટકા રહ્યો હતો.
જુલાઈમાં ખાદ્ય ચીજોનો વાર્ષિક ફુગાવો 9.62 ટકા રહ્યો. ઇંધણ અને લાઇટ સેગમેન્ટમાં સીપીઆઈ આધારિત ફુગાવો 2.8 ટકા રહ્યો હતો.