મુંબઇઃ મ્યુચ્યુઅલ ફંડ પર પ્રવાહિતતાના દબાણને ઓછું કરવા માટે ભારતીય રિઝર્વ બેન્કે મ્યુચ્યુઅલ ફંડ માટે રુપિયા 50,000 કરોડની વિશેષ લિક્વિડિટી સુવિધાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય બેન્કે કહ્યું છે કે, તે સતર્ક છે અને કોરોના વાઇરસના આર્થિક પ્રભાવને ઓછો કરવા અને નાણાકીય સ્થિરતાને જાળવી રાખવા માટે દરેક જરુરી પગલા લઇ રહી છે.
ગત્ત સપ્તાહ ભારતની આઠમી સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની ફ્રૈક્લિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડને સ્વેચ્છાએથી પોતાની છ ઋણ યોજનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ કેન્દ્રીય બેન્કે રાહત આપવા માટે આ પગલું લીધું છે.
જો કે, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સના એસોસિએશને રોકાણકારોને ખાતરી આપી છે કે, મોટાભાગના નિશ્ચિત આવક મ્યુચ્યુઅલ ફંડ્સના સંચાલન હેઠળની સંપતિઓ ઉચ્ચ ગુણવત્તાની સિક્યોરિટીઝમાં રોકાણ કરવામાં આવી છે. આ યોજનાઓમાં પૂરતી તરલતા છે, જે સામાન્ય કામગીરીની ખાતરી આપે છે.