ચિદંબરમના પરિવારે તેમની તરફથી ટ્વીટ કર્યું હતું કે, આજથી શરૂ થતા સંસદના શિયાળું સત્રમાં મોદી શાસનમાં અર્થવ્યવસ્થામાં ચાલી રહેલા ગેરવહીવટને સામે લાવવા કોંગ્રેસે વિપક્ષનું નેતૃત્વ કરવું જોઈએ. અર્થવ્યવસ્થાના ક્યાં ક્ષેત્રમાં સારુ પ્રદર્શન કરી રહી છે, એકેય નહીં. ચિદંબરમે આક્ષેપ કર્યો હતો કે સરકાર વ્યાજબી ટીકાને પણ ધ્યાનમાં લેતી નથી.
![ongoing mismanagement of the economy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5099770_inx.jpg)
પૂર્વ કેંદ્રીય નાણા પ્રધાને એક અન્ય ટ્વીટમાં લખ્યું કે, એવુ લાગી રહ્યું છે કે સરકાર જાણવા છતા સારી ટીકાને ગણકારતી નથી.
સંસદના શિયાળું સત્ર પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શનિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
![ongoing mismanagement of the economy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/cccc_1811newsroom_1574060270_325.jpg)
સર્વપક્ષીય બેઠક બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું કે, પૂર્વ નાણા પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી ચિદંબરમને પણ સંસદના શિયાળું સત્રમાં ભાગ લેવા માટે મંજુરી માગી હતી.
ઉલ્લેખનીય છે કે, INX મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં ચિદંબરમ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે, આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરી રહી છે.