હૈદરાબાદ: ભારતને 1947 માં આઝાદી મળી ત્યારે એક રૂપિયા બરાબર એક ડોલર હતું. ત્યારબાદથી ભારતીય રૂપિયો સતત નીચેની તરફ ખસી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં ડોલરની સરખામણીએ ચલણમાં 70 ટકાનો ઘટાડો થયો છે.
જો આપણે છેલ્લા છ મહિનાનું જોઈએ તો પણ કોરોના રોગચાળાને લીધે રૂપિયામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન રૂપિયો 4 ટકા ઘટીને 75 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે સામાન્ય રીતે રૂપિયાના ઘટાડાના સમાચારોથી સામાન્ય માણસની આવક પર અસર થતી નથી. તે વિચારે છે કે તે ફક્ત સરકાર અથવા ભારતીય રિઝર્વ બેન્ક અથવા મોટા કોર્પોરેટ ગૃહો માટે ચિંતાનો વિષય છે.
પરંતુ આ એક સૌથી મોટો વહેમ છે. રૂપિયામાં ઘટાડાની સીધી અસર તમારી આર્થિક બાબતો પર પડે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. ચાલો જોઈએ કે તે તમારા ખર્ચા પર કેવી રીતે અસર કરી શકે છે.
વિદેશમાં શિક્ષણ
મોટા ભાગના ભારતીય માતાપિતા માટે સારી વિદેશી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવી એ મોટી બાબત છે. આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે, તેઓ બાળકોના શિક્ષણ માટે તેમના મોટાભાગના નાણાં એકત્રિત કરે છે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રુપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેણે આવી ઘણી યોજનાઓને ઝટકો આપ્યો છે.
જો કોઈ એવું માને છે કે વિદેશની યુનિવર્સિટીઓએ તેમની ફીમાં વધારો કર્યો નથી, તો ભારતીયોએ આ ખર્ચની યોજના કરતી વખતે 5 અથવા 10 વર્ષ પહેલાંની તુલનાએ વધારે ચૂકવણી કરવી પડશે.
ફી ઉપરાંત માતા-પિતા ઘરનું ભાડુ, જમવાનું અને અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરે છે જે વિદેશમાં રહેતા હોય ત્યારે વિદ્યાર્થીએ ચૂકવવા પડે છે.
વિદેશ યાત્રા
કોરોનો વાઇરસના ફેલાવાને રોકવા માટે દેશો તેની સરહદો બંધ કરતાં વિશ્વવ્યાપી મુસાફરી ઉદ્યોગ અટક્યો છે.
જો કે, એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ થઈ જાય, ત્યારે ઘણી માંગ ઉભી થાય તેવી સંભાવના છે, કારણ કે લોકો વિદેશી દેશ પ્રવાસની યોજનાથી દૂર રહી શકશે નહીં.
આવી રજાઓનું આયોજન કરતી વખતે, દરેક લોકો તેમના ખર્ચને ધ્યાનમાં રાખીને બચતનો એક ભાગ અલગ રાખે છે.
પરંતુ નબળા રૂપિયાનું મતલબ એટલે કે લોકોએ રેસ્ટોરાં, ફ્લાઇટ ટિકિટ, હોટલ બિલ અને શોપિંગ માટે વધુ ચૂકવણી કરવી પડશે.
ઇંધણની કિંમતો
ભારત ક્રૂડ ઓઇલ આયાત કરનાર દેશ છે. તેથી રૂપિયામાં ઘટાડાથી તેલની આયાત મોંઘી થાય છે.
જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના બજેટ પર પડે છે.
અન્ય નિકાસ અને આયાત
રૂપિયામાં તીવ્ર ઘટાડાથી આયાત કરેલી બધી ચીજો મોંઘી થઈ જાય છે કારણ કે તેઓ ડોલરમાં પ્રાઈસ રાખે છે.
તેથી ગેજેટ્સ અથવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કોસ્મેટિક્સ, પરફ્યુમ, કપડાં વગેરે ભારતીય રૂપિયામાં કમાનારા દરેકને વધારે ખર્ચાળ થઈ શકે છે.
ખાસ કરીને કારખાનાઓ અને વ્યવસાયો તેમના કાચા માલ અથવા અન્ય મહત્વપૂર્ણ ઘટકોની આયાત પર આધાર રાખે છે, જો રૂપિયામાં ઘટાડો આવે તો તેમને વધુ ખર્ચનો ભોગ બનવું પડે છે.
શેર માર્કેટ
જ્યારે રૂપિયો તીવ્ર ઘટાડો દર્શાવે છે, ત્યારે શેર બજાર પણ અસ્થિર બની જાય છે.
બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય રીતે ચલણ મૂલ્યમાં અચાનક ઘટાડો થવાને કારણે નકારાત્મક પ્રતિક્રિયા આપે છે. જેના કારણે ઘરેલું રોકાણકારોની મહેનતની કમાણી ખાસ કરીને નાના છૂટક રોકાણકારોની કમાણી ઘટે છે.
ઇટીવી ભારત રિપોર્ટ