- રાજસ્થાનમાં GST ઇન્ટેલિજન્સ નિયામક અને સેન્ટ્રલ GST કમિશનર ઑફિસે કાર્યવાહી કરી
- ચાર સામે વિદેશી વિનિમય સંરક્ષણ અધિનિયમ અને ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો
- છેતરપિંડી કરનારાઓ પાસેથી રૂ. 1000 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી
નવી દિલ્હી: રાજસ્થાનમાં GST ઇન્ટેલિજન્સ નિયામક (ડીજીજીઆઈ) અને સેન્ટ્રલ GST કમિશનર ઑફિસે એક જ દિવસમાં સીએ અને એક મહિલા સહિત 12 લોકોને ધરપકડ કરી છે. મહેસૂલ વિભાગ (ડીઓઆર) માં કાર્યરત અધિકારીએ આ માહિતી આપી છે. સીએે નકલી ઇન્વોઇસેસ આપવા માટે નકલી કંપનીઓ ચલાવવામાં સામેલ હતા.
GST ઇન્વોઇસ ફ્રોડમાં ધરપકડ કરાયેલા દસમાં અધિકારી છે
તેમણે કહ્યું કે, સીએએ નકલી GST ઇન્વોઇસ ફ્રોડ સામે નવેમ્બરથી ચાલી રહેલા દેશવ્યાપી અભિયાનમાં નવેમ્બરથી ધરપકડ કરાયેલા દસમા અધિકારી છે. બનાવટી GST બીલો દ્વારા છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહીમાં 329 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા 329માંથી ચારને વિદેશી વિનિમય સંરક્ષણ અધિનિયમ અને ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ (COFUPOSA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે જીએસટી ઈન્ટેલિજન્સ અને સીજીએસટી અધિકારીઓએ બાકીના અન્ય લોકો સામે 9600 નકલી જીએસટી નોંધણી કરાયેલી કંપનીઓ સામે 3200થી વધુ કેસ નોંધ્યા છે.
જીએસટી છેતરપિંડીમાં સંડોવાયેલા લોકો પાસેથી 1000 કરોડથી વધુની રકમ વસૂલ કરાઈ
અધિકારીએ જણાવ્યું હતું કે, આ છેતરપિંડી કરનારાઓ પાસેથી રૂ. 1000 કરોડથી વધુની વસૂલાત કરવામાં આવી છે. વધુમાં કહ્યું હતું કે, જીએસટી અધિકારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટના ખોટા ઇન્વોઇસેસ અને નકલી કંપનીઓ દ્વારા છેતરપિંડી કરવા માટે ડેટા એનાલિટિક્સ, ઇન્ટિગ્રેટેડ ડેટા-શેરિંગ અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જીએસટી ઇકોસિસ્ટમ અને બનાવટી સંસ્થાઓની પ્રવૃત્તિઓને ઓળખવા અને છેતરપિંડી સામે તપાસ કરવા માટે આ તકનીકો ખાસ ઇનપુટ્સ સાથે અમારા માટે ખૂબ મદદરૂપ થઈ છે.
ડિસેમ્બર 2020માં 1.15 લાખ કરોડ અને જાન્યુઆરી 2021માં 1.20 લાખ કરોડનો સંગ્રહ થયો
નકલી જીએસટી ઇન્વોઇસ ફ્રોડ સામે દેશવ્યાપી અભિયાન અંતર્ગત ડિસેમ્બર 2020માં 1.15 લાખ કરોડ અને જાન્યુઆરી 2021માં 1.20 લાખ કરોડનો સંગ્રહ થયો છે. આપને જણાવી દઈએ કે, ધરપકડ કરાયેલી સીએ ત્રણ નકલી કંપનીઓમાં સામેલ હતો. જે ઓછામાં ઓછી માત્રામાં માલનું ઉત્પાદન કરતી હતી. સેન્ટ્રલ જીએસટી જયપુર ઝોન દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, તપાસ દરમિયાન આર્થિક ગુનાહિત અદાલતમાં અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ સીએ સહિત અન્ય લોકોએ આત્મસમર્પણ કર્યું હતું અને હવે તેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.