ETV Bharat / business

EPFOએ એમ્પ્લોયરને ઇ-મેલ દ્વારા ડિજિટલ હસ્તાક્ષરોને નોંધણી કરવાની આપી મંજૂરી - શ્રમ મંત્રાલય

શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, દેશવ્યાપી બંધ અને અન્ય પ્રતિબંધોને લીધે કંપનીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અને EPFO પોર્ટલ પર ડિજિટલ સહી અથવા આધાર આધારિત ઇ-સહીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.

EPFO
EPFO
author img

By

Published : May 6, 2020, 10:49 PM IST

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ તમામ એમ્પ્લોયરોને તેમના ડિજિટલ સહીને ઇ-મેઇલ દ્વારા નોંધણી કરવાની મંજૂરી આપી છે. ઇપીએફઓએ આ પગલું કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને લીધું છે. શ્રમ મંત્રાલયે બુધવારે આ માહિતી આપી હતી.

હમણાં, એમ્પ્લોયરો પાસેથી અધિકૃત વ્યક્તિએ ઇપીએફઓની ઑફિસમાં જઇને ડિજિટલ હસ્તાક્ષર નોંધાવવા પડતા હતા. શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, દેશવ્યાપી બંધ અને અન્ય પ્રતિબંધોને લીધે કંપનીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી અને ઇપીએફઓ પોર્ટલ પર ડિજિટલ સહી અથવા આધાર આધારિત ઇ-સહીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે.

એમ્પ્લોયર વતી અધિકૃત વ્યક્તિઓ ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે પાતાના કેવાયસી, ટ્રાન્સફર ક્લેમનું પ્રમાણપત્ર વગેરે તેમના ડિજિટલ સહી (ડીએસસી) અથવા આધાર આધારિત ઇ-સહીનો ઉપયોગ કરે છે. ડીએસસી-ઇ સહીના ઉપયોગ માટે ઇપીએફઓના પ્રાદેશિક કચેરીથી એક વખત મંજૂરી લેવી પડતી હોય છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંધને કારણે ઉદભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક કચેરીઓમાં એક સમયની નોંધણી વિનંતીઓ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે. મંત્રાલયે કહ્યું કે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અને પાલનની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ઇપીએફઓએ આવી વિનંતીઓ ઈ-મેલ દ્વારા સ્વીકારવાનો નિર્ણય પણ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.