ETV Bharat / business

પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત પ્રયત્નો જરૂરી: દાસ - રિઝર્વ બેંક

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ડીઝલ અને પેટ્રોલના ભાવની અસર ખર્ચ પર પણ પડે છે. તે ઘણી ગતિવિધિઓને ટેકો આપવા માટે કામ કરે છે.

પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત પ્રયત્નો જરૂરી: દાસ

author img

By

Published : Feb 25, 2021, 5:02 PM IST

  • બોમ્બે ચેમ્બર ઑફ કોમર્સના કાર્યક્રમમાં શક્તિકાંત દાસનું સંબોધન
  • શક્તિકાંત દાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સંદર્ભે ચર્ચા કરી
  • ગવર્નરે કંપનીઓને હેલ્થકેર ક્ષેત્રે વધુ રોકાણ કરવા પર ભાર મૂક્યો

મુંબઇ: રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે કહ્યું કે, ઇંધણના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સમન્વયિત પ્રયત્નો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કિંમતોમાં ઘટાડા માટે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સના મામલે કેન્દ્ર અને રાજ્યોએ સંયુક્ત પગલાં ભરવા જોઈએ. બોમ્બે ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શક્તિકાંત દાસે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, "કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલનાત્મક પગલાં લેવાની જરૂર છે. કારણ કે, આ બન્ને દ્વારા વેરો લેવામાં આવે છે." જો કે, દાસે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યો બન્ને પર મહેસૂલનું દબાણ છે. તેમણે દેશ અને લોકોને કોવિડ-19 મહામારી દ્વારા સર્જાતા દબાણમાંથી મુકત કરવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે.

રિઝર્વ બેન્ક ડિજિટલ ચલણ પર આંતરિક કામ કરી રહી છે

ગવર્નરે કહ્યું કે, 'આવી સ્થિતિમાં મહેસૂલની જરૂરિયાત અને સરકારોની મજબૂરીને સંપૂર્ણ રીતે સમજી શકાય છે, પરંતુ તે જ સમયે, એ પણ સમજવાની જરૂર છે કે, તેની અસર ફુગાવા પર પણ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવોની અસર ઉત્પાદનના ખર્ચ પર પડે છે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેન્ક ડિજિટલ ચલણ પર ઘણું આંતરિક કામ કરી રહી છે અને ટૂંક સમયમાં એક વિસ્તૃત માર્ગદર્શિકા સાથે પ્રગતિ દસ્તાવેજ જારી કરવામાં આવશે. વધુમાં ઉત્પાદન ક્ષેત્ર વિકાસની ગતિ સુધારવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે દેશનો MSME ક્ષેત્ર અર્થતંત્રના વિકાસના એન્જિન તરીકે આગળ આવ્યો છે.

ભારત સફળતાના માર્ગ પર આગળ વધવાના દ્વાર પર

ગવર્નરે કંપનીઓને હેલ્થકેર ક્ષેત્રે વધુ રોકાણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સફળતાના માર્ગ પર આગળ વધવાના દ્વાર પર છે. ક્રિપ્ટોકરન્સી અંગે તેમણે કહ્યું કે, તેના અંગે બેન્કની કેટલીક ચિંતાઓ છે, જે સરકાર સાથે શેર કરવામાં આવી છે. ભારતીય નાણાકીય ક્ષેત્ર પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં છે, જ્યારે સેન્ટ્રલ બેન્કે અન્ય બેન્કો પર દબાણ હેઠળ સંપત્તિમાં થયેલા વધારા અંગે સચોટ દૃષ્ટિકોણ લઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.