ETV Bharat / business

તમિલનાડુએ નાણાકીય સ્થિતિ સુધારવા માટે રંગરાજનના નેતૃત્વ હેઠળ સમિતિ રચી - Guv Rangarajan

તમિલનાડુ સરકારે નાણાકીય સ્થિતિ સુધારવા માટે રંગરાજનના નેતૃત્વ હેઠળ સમિતિની રચના કરી છે. સરકારના આદેશ મુજબ નાણા સચિવ એસ કૃષ્ણનને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવશે. સમિતિ ત્રણ મહિનામાં સરકારને પોતાનો અહેવાલ રજૂ કરશે. આ સમિતિમાં કુલ 21 સભ્યો છે.

Rangarajan
રંગરાજન
author img

By

Published : May 10, 2020, 10:37 AM IST

ચેન્નાઈ: કોરોના વાઈરસ રોગચાળા દ્વારા ઉભા કરવામાં આવેલા નાણાકીય પડકારોની સમીક્ષા કરવા અને આગામી સમયમાં પરિસ્થિતિમાં સુધારો લાવવાના ઉપાયો સૂચવવા માટે ભારતીય રિઝર્વ બેંક(RBI)ના પૂર્વ ગવર્નર સી. રંગરાજનની આગેવાની હેઠળની તમિલનાડુ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.

સરકારના આદેશ મુજબ નાણા સચિવ એસ કૃષ્ણનને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવશે. સમિતિ ત્રણ મહિનામાં સરકારને પોતાનો અહેવાલ રજૂ કરશે. આ સમિતિમાં કુલ 21 સભ્યો છે.

આ સમિતિ રાજ્યના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો પર કોરોના વાઈરસની તાત્કાલિક અને મધ્યમ ગાળાની અસરોની આકારણી કરશે. જેમાં લોકડાઉન અને લોકો વચ્ચે પરસ્પર અંતર અને સલામતી માટેના અન્ય પગલાને લીધે થતી અસર અને વધારાના ખર્ચનો સમાવેશ થાય છે.

આ સિવાય ટૂંકા અને મધ્યમ ગાળામાં તકો અને જોખમોનું પણ મૂલ્યાંકન કરશે. સમિતિ કોરોના વાઈરસના રોગચાળાની અસરને પહોંચી વળવા અર્થવ્યવસ્થાના મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે જરૂરી પગલાં પણ સૂચવશે.

આ સમિતિ અર્થતંત્રના મહત્વપૂર્ણ ક્ષેત્રોના વિકાસને ટેકો, પ્રોત્સાહન આપવા, રાજ્યની નાણા આધારીત સંકટ અને તેની અસરનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા સુધારા-વધારાના પગલાઓ પર નજર રાખશે.

સમિતિ ભવિષ્યમાં નાણાકીય પરિસ્થિતિમાં સુધારો લાવવાના જરૂરી સૂચનો કરશે. જેમાં કર વધારવો, જીડીપી રેશિયો વધારવો, આવકના સ્ત્રોતોમાં વૈવિધ્યકરણ કરવું અને ખર્ચને વધુ સુવ્યવસ્થિત કરવા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.