ETV Bharat / business

અમેરિકા: ટિકટોક ઓરેકલને વેચશે કંપની, માઇક્રોસોફ્ટના પ્રસ્તાવને નકારી - ટિકટોક ઓરેકલને વેચશે કંપની

ટિકટોકે યુએસમાં તેની કંપની વેચવા માટે ઓરેકલની પસંદગી કરી છે. માઇક્રોસોફ્ટ અને ઓરેકલ ટિકટોક ખરીદવા માટે મેદાનમાં હતા, પરંતુ ટિકટોકે ઓરેકલને પસંદ કરી છે.

ટિકટોક
ટિકટોક
author img

By

Published : Sep 14, 2020, 1:39 PM IST

અમેરિકા: ટિકટોકે યુએસમાં તેની કંપની વેચવા માટે ઓરેકલની પસંદગી કરી છે. માઇક્રોસોફ્ટ અને ઓરેકલ ટિકટોક ખરીદવા માટે મેદાનમાં હતા, પરંતુ ટિકટોકે ઓરેકલને પસંદ કરી છે.

માઇક્રોસોફ્ટે રવિવારે જાહેરાત કરી હતી કે ટિકટોકે તેની બોલીને નકારી દીધી છે. નોંધપાત્ર વાત એ છે કે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાસૂસીની ચિંતાને લઈને યુએસમાં ચીનની માલિકીની ટિકટોક પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું છે. તેણે આ માટે અંતિમ તારીખ આપી છે, જેની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર છે.

જોકે, ટિકટોક અને વ્હાઇટ હાઉસે આ સોદા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ઓરેકલે પણ સોદા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. વોલમાર્ટે રવિવારે કહ્યું હતું કે તે ટિકટોકમાં રોકાણ કરવા તૈયાર છે અને બાઇટડાન્સ અને અન્ય પક્ષો સાથે આ વિશે વાત કરી રહ્યું છે. વોલમાર્ટ માઇક્રોસોફ્ટના સહયોગથી ટિકટોક ખરીદવા વિચાર કરી રહ્યું છે.

તે જ સમયે, ટિકટોકના યુ.એસ. માં 17.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ટિકટોકનો ઉપયોગ વિશ્વભરમાં એક અબજ લોકો કરે છે. તેના પર આરોપ મૂકાયો છે કે તેઓ યુઝર્સનો ડેટા ચીન સાથે શેર કરે છે, જોકે કંપની આ વાતનો ઇનકાર કરતી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.