કંપનીના જોઇન્ટ ચીફ ફાઇનાન્સ ઓફિસર વી. શ્રીકાંતે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે જાહેર કરાયેલા પરિણામોમાં કંપનીએ લઘુત્તમ વૈકલ્પિક કરનો દર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે.
તેમણે જણાવ્યું કે , "અમે હજુ સુધી નિર્ણય કર્યો નથી, તમે જાણો છો કે, તેના પર નિર્ણય લેવામાં સમય લાગશે. હમણા અમે જે ફેરફાર કર્યો છે તે ટેક્સની ગણતરીમાં લઘુતમ વૈકલ્પિક ટેક્સ છે. આ દર 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. "
તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધી તેમની પાસે સમય છે અને તે પહેલાં તે નિર્ણય લેશે. શ્રીકાંતે જણાવ્યું હતું કે ટેલિકોમ અને રિટેલ એકમો માટે ટેક્સનો અસરકારક દર 35 ટકાના જૂના સ્તર પર જ છે.