મુંબઈ: કન્ઝ્યુમર ફાઇનાન્સ સેગમેન્ટના સૌથી મોટા એવા, બજાજ ફાઇનાન્સ લિમિટેડના વર્તમાન અધ્યક્ષ રાહુલ બજાજે મંગળવારે 31 જુલાઇથી બોર્ડના અધ્યક્ષ પદનો કાર્યકાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
બજાજ 1987 માં તેની સ્થાપના પછીથી પાંચ દાયકાથી વધુ સમયથી કંપનીના ટોચ પર છે.
જો કે, તે બિન કાર્યકારી બિન-સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કંપનીની સેવા કરવાનું ચાલુ રાખશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આજે મળેલી તેની બેઠકમાં નિયામક મંડળે 1 ઓગસ્ટથી રાહુલ બજાજની જગ્યાએ બિન-કાર્યકારી અધ્યક્ષ તરીકે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ બજાજની નિમણૂકને મંજૂરી આપી દીધી છે."