નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનનો યાત્રી વાહનોના વેચાણ પર ખરાબ પ્રભાવ પડ્યો છે. વાહન ડીલરોના સંગઠન ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા FADA) ના અનુસાર, મે મહિનામાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણ 86.97 ટકા ઘટીને 30,749 એકમ થયા છે. મે 2019 માં તે 2,35,933 યુનિટ(એકમ) હતું.
FADA દ્વારા 1,435 માંથી 1,225 પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ) માંથી વાહન નોંધણી ડેટા એકત્રિત કરવામાં આવે છે.
આંકડાઓ અનુસાર ટુ-વ્હીલરનું વેચાણ મે મહિનામાં 88.8 ટકા ઘટીને 1,59,039 એકમ પર પહોંચ્યું છે, જે એક વર્ષ અગાઉના મહિનામાં 14,19,842 એકમ હતું.
એવી જ રીતે વ્યાપારી વાહનોનું વેચાણ 96.63 ટકા ઘટીને માત્ર 2,711 એકમ પર પહોંચી ગયું, જે મે 2019 માં 80,392 એકમ પર હતું. થ્રી વ્હીલરનું વેચાણ પણ 96.34 ટકા ઘટીને 1881 એકમ થઇ ગયું, જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 51,430 હતું.
વિવિધ કેટેગરીમાં વાહનોનું કુલ વેચાણ 88.87 ટકા ઘટીને 2,02,697 યુનિટ્સ પર પહોંચી ગયું છે. જે મે-2019માં 18,21,650 યુનિટ હતું.