ETV Bharat / business

કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નોકિયાએ પ્લાન્ટ બંધ કર્યો

પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુના પડોશી જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

કર્મચારીઓ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા નોકિયાએ પ્લાન્ટ બંધ કર્યો

author img

By

Published : May 26, 2020, 10:35 AM IST

ચેન્નાઈ: ચેન્નાઈ નજીક શ્રીપેરંબુદુર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) માં આવેલા નોકિયા પ્લાન્ટમાં કામ કરતા 40 કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કંપની અસ્થાયી રૂપે બંધ છે.

પરીક્ષણ કરાયેલા 56 કર્મચારીઓમાંથી 18 કાંચીપુરમથી અને 22 તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુના પડોશી જિલ્લાઓમાંથી આવ્યા હતા, જેના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

રાજ્ય સરકારે ચેન્નઈની બાહરીમાં આવેલા ઉદ્યોગો માટે મંજૂરી આપ્યા પછી 8 મેના રોજ કંપની ફરીથી શરૂ કરી હતી. કંપનીઓમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા, સામાજિક સંતુલનના ધોરણો જાળવવા સલાહ આપવામાં આવી હતી. પરંતુ કેટલાક કર્મચારીઓનો આક્ષેપ છે કે, કંપનીએ સામાજિક અંતરના નિયમોનું કોઇ પાલન કર્યુ નથી.

એ જ રીતે, ઇરૂંગટ્ટુકોટ્ટાઇ ખાતે હ્યુન્ડાઇ મોટર પ્લાન્ટના કર્મચારીઓનું પણ કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. રવિવારે હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયાએ કહ્યું કે, તેના ત્રણ કર્મચારી કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, કર્મચારીના પરિવારના સભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

કંપનીએ કહ્યું હતું કે, ઇરુંગ્ટુકોટ્ટાઇ ખાતેનો કાર પ્લાન્ટ ચાલુ રહેશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, "ત્રણેય કર્મચારીઓના ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા છે. આ ઉપરાંત, સોશિયલ ડિસ્ટન્સીંગ, હોમ ક્વોન્ટાઇન, અને સંપૂર્ણ સ્વચ્છતા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.