જોકે, ભારતી એરટેલે પલટવાર કરતા કહ્યું કે, જિઓ એક નેટવર્કથી બીજા નેટવર્કમાં જતા કોલ્સને જોડવાના ચાર્જિસની સલાહ લેતા પહેલા ટ્રાઇને છેતરવાનો પ્રયાસ કરી રહી છે.
જિઓએ ટ્રાઇને લખેલા પત્રમાં કહ્યું છે કે, બંને હરીફ કંપનીઓએ તેમના કોર્પોરેટ ગ્રાહકોને હેલ્પલાઈન નંબર માટે આપેલા લેન્ડલાઇન નંબરો જણાવીને સરકાર સાથે છેતરપિંડી કરી છે. તેના કારણે જિઓને પણ કરોડો રૂપિયાનું નુકશાન થયા છે.
જિઓએ કહ્યું કે, આ કરીને, બંને હરીફ કંપનીઓએ ગેરવાજબી રીતે કમાણી કરી છે. કંપનીએ બંને સ્પર્ધકો પર ટ્રાઇને કાર્યવાહી કરવાની માંગ કરી છે. વોડાફોન આઇડિયાએ જિઓના આ આરોપ પર હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.