ETV Bharat / business

હિન્દુજા ભાઈઓનો સંપત્તિ વિવાદ પહોંચ્યો UK હાઇકોર્ટમાં... - હિન્દુજા ભાઈઓનો સંપત્તિ વિવાદ પહોંચ્યો યુકે હાઇકોર્ટમાં

આ કેસ અદાલતમાં પરિવારના વડા-સંરક્ષક કહેવાતા 84 વર્ષીય શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ કોર્ટમાં દાખલ કર્યો હતો. તેણે પોતાના ભાઇઓ જી.પી. હિન્દુજા (80), પી.પી. હિન્દુજા અને એ.પી. હિન્દુજા સામે દાખલ કર્યો છે. આ કેસ 2 જુલાઈ, 2014ના પત્રની 'માન્યતા અને પ્રભાવ' વિશે છે.

હિન્દુજા ભાઈઓ
હિન્દુજા ભાઈઓ
author img

By

Published : Jun 24, 2020, 8:30 PM IST

લંડન: બ્રિટનના અગ્રણી વ્યવસાયિક જૂથ હિન્દુજા ગ્રુપના ભાઈઓની સંપત્તિ અંગેનો વિવાદ ઈંગ્લેન્ડની હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. હિન્દુજા પરિવાર બ્રિટનના અબજોપતિઓમાંના એક છે.

આ કેસ અદાલતમાં પરિવારના વડા-સંરક્ષક કહેવાતા 84 વર્ષીય શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ કોર્ટમાં દાખલ કર્યો હતો. તેણે પોતાના ભાઇઓ જી.પી. હિન્દુજા (80), પી.પી. હિન્દુજા અને એ.પી. હિન્દુજા સામે દાખલ કર્યો છે. આ કેસ 2 જુલાઈ, 2014 ના પત્રની 'માન્યતા અને પ્રભાવ' વિશે છે.

પત્રના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બધા ભાઈઓ એક બીજાને તેમના 'નિર્વાહક' તરીકે નિયુક્ત કરે છે અને કોઇ એક ભાઈના નામે સંપત્તિમાં ચારેય ભાઈઓનો હિસ્સો હશે. આ જ રીતે 1 જુલાઇ, 2014 ના રોજનો બીજો પત્ર પણ આ વિવાદ સાથે સંબંધિત છે.

શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ તેમની અપીલમાં આ દસ્તાવેજોને કાયદેસર રીતે બિનઅસરકારક જાહેર કરવા વિનંતી કરી છે. તેઓનું કહેવું છે કે આ દસ્તાવેજ ન તો વસીહત, ન પાવર ઓફ એટર્ની અને કોઈ પણ અન્ય બંધનકર્તા દસ્તાવેજ તરીકે માન્ય હોવું જોઇએ. આ સિવાય આ દસ્તાવેજનો ઉપયોગને રોકવા માટેના નિર્દેશ કરવા અપીલ કરવામાં આવી છે.

'સન્ડે ટાઇમ્સ'ની 2020 ની ધનિક લોકોની સૂચિ મુજબ, હિન્દુજા ભાઈઓ, કે જેઓ હિન્દુજા ગ્રુપ ઑફ કંપનીઓ ચલાવે છે, તેમની સંપત્તિ 16 અબજ પાઉન્ડ છે. તેમનો કારોબારી સામ્રાજ્ય મુંબઇમાં અને મુખ્ય મથક લંડનમાં છે. આ જૂથ ઓટો, હોટલ, બેન્કિંગ અને આરોગ્યસંભાળ ક્ષેત્રે કાર્યરત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.