નવી દિલ્હી: ટુવ્હિલર વાહન કંપની બજાજ ઑટોએ 250 સીસી એન્જિન ક્ષમતાવાળી ડૉમિનાર સ્પોર્ટર્સ ટયૂરર રજૂ કરી છે. દિલ્હીના શો રુમમાં તેની કિંમત 1.6 લાખ રૂપિયાથી શરૂ કરી છે.
બજાજ ઑટોએ કહ્યું કે, ડૉમિનાર 250માં 248.8 સીસીનું લિક્વિડ કૂલ્ડ એન્જિંગ હશે. કંપનીના અધ્યક્ષ (મોટરસાઈકલ) સારંગ કાંડેએ કહ્યું કે, ડૉમિનાર 250 પર્યટનની ઈચ્છા રાખનાર લોકો માટે એક આર્દશ બાઈક હશે. કંપનીએ કહ્યું કે, ડૉમિનાર 250 બીએસ-6 અનુરૂપ છે. આ દેશભરની કંપની ડીલરો પર ઉપલ્બધ હશે.