થોડા દિવસ પહેલા જ કંપનીની અંદર કર્મચારીઓના જૂથે ઇન્ફોસીસના ઉચ્ચ અધિકારીઓ પર અન્યાયી વર્તનનો આરોપ મૂક્યો હતો, જેની તપાસ ચાલી રહી છે.
એવું કહેવામાં આવતું હતું કે આ અધિકારીઓ કંપનીના નાણાકીય ખર્ચને ઘટાડવાના અયોગ્ય કાર્યમાં કરે છે. તાજેતરના કિસ્સામાં, 'વ્હિસલ બ્લોઅર' એ પોતાને કંપનીના નાણાં વિભાગનો કર્મચારી ગણાવ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તે આ ફરિયાદ 'સર્વાનુમતે' કરી રહ્યા છે.
ઓળખ ન બતાવવા અંગે આ પત્રમાં જણાવાયું છે કે આ મામલો 'વિસ્ફોટક' છે અને તેમને આશંકા છે કે ઓળખ છતી થાય તો તેની સામે 'બદલો' લેવાની કાર્યવાહી થઈ શકે છે. આ વ્હિસલ બ્લોઅર પત્રમાં તારીખ મળી નથી.
પત્રમાં જણાવાયું છે કે, "હું તમારું ધ્યાન કેટલાક એવા તથ્યો તરફ લઈ જવા માંગુ છું જે મારી કંપનીમાં નીતિશાસ્ત્રને નબળી બનાવી રહ્યા છે. કંપનીના કર્મચારી અને શેરહોલ્ડર તરીકે, મને લાગે છે કે કંપનીના વર્તમાન સીઇઓ દ્વારા કરવામાં આવતી ગડબડો તરફ દોરવા તમારૂ ધ્યાન દોરવું મારી ફરજ છે. હું આશા રાખું છું કે તમે ઇન્ફોસિસની યોગ્ય ભાવનાથી તમારી જવાબદારી નિભાવશો અને કર્મચારીઓ અને શેરધારકો તરફેણમાં પગલાંઓ લેશો જેનો કંપનીના કર્મચારીઓને અને શેરધારકોને આપ પર વિશ્વાસ છે. "
પત્રમાં જણાવાયું છે કે, ડૉ. વિશાલ સિક્કાના ગયા પછી કંપનીએ નવા CEOની શોધ માટે કરાર કર્યો હતો તેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પદ માત્ર બેંગલુરુ માટે હશે.
"પારેખને કંપનીમાં આવ્યાને એક વર્ષ અને આઠ મહિના થયા છે. પરંતુ, તે હજી મુંબઇથી કાર્ય કરે છે. નવા CEOની પસંદગી કરતી વખતે મૂળ શરતનું ઉલ્લંઘન છે."
આ ફરિયાદ કંપનીના અધ્યક્ષ, ઇન્ફોસીસના નિયામક મંડળના સ્વતંત્ર ડિરેક્ટર અને નિંમણૂક અને પગાર સમિતિ (એનઆરસી) ને આપવામાં આવી છે.
પત્રમાં લખવામાં આવ્યું છે કે, "દર મહિને ચાર બિઝનેસ ક્લાસની ટિકિટ તેમજ મુંબઈમાં ઘરેથી એરપોર્ટ જવા માટે 'ડ્રોપિંગ' અને બેંગલોર એરપોર્ટથી 'પીકઅપ' અને પરત ફરતી વખતે પણ આવું જ થાય છે. જો CEOને બેંગલુરુ ન મોકલવામાં આવે તો આ તમામ ખર્ચ CEOના પગારમાંથી વસૂલવા જોઈએ. "
ગત મહિને પણ એક ગુપ્ત જૂથે કંપનીના કર્મચારી હોવાનો દાવો કરી કહ્યું હતું કે પારેખ અને કંપનીના ચીફ ફાઇનાન્સ અધિકારી નિલંજન રોય કંપનીની કમાણી અને નફામાં અયોગ્ય વધારો કરી રહ્યા છે. કંપની હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીના CEO નું કાર્ય પ્રત્યે આવું વર્તન એ આજ સુધીનું સૌથી ખરાબ ઉદાહરણ છે.