કોર્પોરેટ બાબતોના મંત્રાલયને સોંપેલા દસ્તાવેજો અનુસાર, એમેઝોન પે ઈન્ડિયાને એમેઝોન કોર્પોરેટ હોલ્ડિંગ્સ પ્રા.લિ. અને એમેઝોન.કોમ.ઇન્ક લિમિટેડ પાસેથી 1,355 કરોડ રૂપિયા મળ્યા છે. એમેઝોનના ડિજિટલ પેમેન્ટ યુનિટ દ્વારા 31 ડિસેમ્બર 2019ના રોજ બંને કંપનીઓને શેર ફાળવવામાં આવ્યાં હતાં.
એમેઝોન હૉલસેલ પ્રાઇવેટ લિમિટેડે 30 ડિસેમ્બરે એમેઝોન કૉર્પોરેટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એમેઝોન ડોટ કોમ ઇન્કને આશરે 360 કરોડ રૂપિયાના શેર ફાળવ્યાં છે.
એમેઝોન ઈન્ડિયાએ મૂડી રોકાણો સંબંધિત ઇ-મેઇલનો જવાબ આપ્યો નથી. તે દરમિયાન એમેઝોનના સીઈઓ જેફ બેજોસ ચાલુ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તે ઉચ્ચ સરકારી અધિકારીઓ, વ્યવસાયિક જાયન્ટ્સ અને સૂક્ષ્મ અને મધ્યમ એકમો સાથે બેઠક કરશે.