સન ફ્રાન્સિસ્કો: કોરોના વાઇરસ માહામારીના સંકટ વચ્ચે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે તેના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (જાન્યુઆરી-માર્ચ )વૉલ સ્ટ્રીટની અપેક્ષાઓને વટાવી, 41.2 અબજ ડૉલરની કમાણી કરી અને 6.1 અબજ ડૉલરનો નફો મેળવ્યો.
જાહેરાતના વેચાણથી આલ્ફાબેટની કુલ આવક 82 ટકા વધી 33.8 અબજ અમેરિકી ડૉલર થઇ ગયો છે. ગયા વર્ષે 30.6 અબજ હતો.
કંપનીના પ્રથમ ત્રિમાસિક કમાણીના અહેવાલ પછી, આલ્ફાબેટના શેરમાં 4 ટકાનો વધારો થયો છે.