ETV Bharat / business

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એરટેલે 10,000 કરોડની કરી ચૂકવણી

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એરટેલે પોતાનું દેવું ચૂકવ્યું છે. સુપ્રીમ કોર્ટના દબાણ બાદ ટોલિકોમ કંપની એરટેલે 10,000 કરોડની ચૂકવણી કરી છે.

ff
ff
author img

By

Published : Feb 17, 2020, 3:05 PM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપની એરટેલ પર 35,586 કોરડનું દેવું હતું. જે દેવું ચૂકવવા સુપ્રીમ કોર્ટે એરટેલને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ દુરસંચાર વિભાગે તાત્કાલિક ચૂકવણીનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આખરે એરટેલે 10,000 કરોડની ચૂકવણી કરી છે.

ભારતી એરટેલે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની બાકી નિકળતા રૂપિયા 35,586 કરોડ પૈકી રૂપિયા 10,000 કરોડની ટેલિકોમ વિભાગને ચૂકવણી કરી દીધી છે. એરટેલે કહ્યું હતું કે, આશરે રૂપિયા 10,000 કરોડ 20મી ફેબ્રુઆરી સુધીમાં અને બાકીની રકમ 17મી માર્ચ સુધી ચૂકવણી કરી દેશે.

AGR કેસમાં સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર,2019ના રોજ દુરસંચાર વિભાગના પક્ષમાં ચુકાદો આપતા ટેલિકોમ કંપનીઓને 23મી જાન્યુઆરી સુધી બાકી રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો. કંપનીઓએ વ્યાજ અને પેનલ્ટીમાં રાહતની અપીલ કરતા ચુકાદા પર ફરીથી વિચાર કરવા અરજી દાખલ કરી હતી, તે પણ નકારી દીધી છે, ત્યારબાદ ચૂકવણી માટે વધારે સમય આપવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તે અરજી નકારી કાઢી હતી.

વોડાફોન-આઈડિયાએ શનિવારે કહ્યું હતું કે, તે આ અંગે મૂલ્યાંકન કરી રહી છે કે કેટલી ચૂકવણી કરી શકાય. જો કે, વોડાફોન-આઈડિયા પર AGRના રૂપિયા 53,000 કરોડ બાકી ચૂકવવાના બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.