લંડનઃ ભાગેડું બિઝનેસમેન વિજય માલ્યાને ભારત લાવવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યાં હવે સમાચાર આવ્યાં છે કે, માલ્યાને ભારત લાવવામાં થોટું મોડું થઈ શકે છે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ ગુરુવારે જણાવ્યું કે, ગત મહિને જ પ્રત્યાર્પણની વિરુદ્ધ માલ્યાએ કરેલી અપીલ ફગાવવામાં આવી હતી, ત્યારબાદ બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો ઈન્કાર કર્યો હતો.
બ્રિટિશ હાઈકમિશને કહ્યું કે, હજુ થોડી કાર્યવાહી બાકી છે. કાયદાકીય મુદ્દા વિશે અમે તમને વધુ માહિતી ન આપી શકીએ, કારણ કે તે ગોપનીય છે. જો કે, ઝડપથી તમામ બાબતોને પુરી કરી દેવાની કોશિશ કરી રહ્યાં છીએ.
હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, એક તરફ કાયદાકીય મુદ્દો છે. જ્યાં પ્રત્યાર્પણ કરતા પહેલા સમાધાન કરવાની જરૂરિયાત છે. આ અગાઉ બુધવારે રાત્રે કહેવામાં આવ્યું હતું કે, માલ્યાને કોઈ પણ સમયે ભારત લાવવામાં આવી શકે છે અને બ્રિટનમાં પ્રત્યાર્પણની તમામ કાર્યવાહી પુરી થઈ ગઈ છે. હવે બ્રિટિશ હાઈકમિશને કહ્યું કે, હજુ થોડી કાર્યવાહી બાકી છે. કાયદાકીય મુદ્દા વિશે અમે તમને વધુ માહિતી ન આપી શકીએ, કારણ કે તે ગોપનીય છે. જો કે, ઝડપથી તમામ બાબતોને પુરી કરી દેવાની કોશિશ કરી રહ્યાં છીએ.
મહત્વનું છે કે, 14 મે ના રોજ લંડન હાઈકોર્ટે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી માંગતી અરજી ફગાવી હતી. જે બાદ માલ્યાને 28 દિવસમાં ભારત લાવવામાં આવવાની અટકળો હતી, હાલ 20 દિવસ પસાર થઈ ચૂક્યા છે અને પ્રત્યાર્પણની તૈયારી પણ પૂર્ણ થઈ ચૂકી છે. બીજી તરફ માલ્યાની પાસે હવે કોઈ કાયદાકીય વિકલ્પ પણ બચ્યો નથી.