USFDA એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે "નિકાસ અને ઘરેલુ ઉત્પાદનો માટે કંપનીનું ઉત્પાદન અને પેકેજિંગ અલગ છે."
નોંધનીય છે કે યુ.એસ. ફૂડ સિક્યોરિટીના કાયદા ભારતીય કાયદા કરતા વધુ કડક છે.
જો તેવું હોય કે, કંપનીએ યુ.એસ.માં અલગ રીતે ઉત્પાદનો વેંચ્યા હશે, તો USFDA તે ઉત્પાદનની આયાતને રોકવા માટે ચેતવણી પત્ર રજૂ કરી શકે છે, તે ઉત્પાદનોને જપ્ત કરીને અદાલતમાં કેસ પણ દાખલ કરી શકે છે, જેનાથી કંપનીને 5 લાખ અમેરીકન ડૉલર પણ ભરવાની સજા અથવા કંપનીના અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.
USFDAના એક તપાસ અધિકારી મૌરીન એ વેન્ટજેલે ગયા વર્ષે 7 અને 8 મી મેના રોજ પતંજલિ આયુર્વેદ લિમિટેડના હરિદ્વાર પ્લાન્ટના એકમ-ત્રણનું નિરીક્ષણ કર્યું હતું.
વેન્ટજેલે તેના નિરીક્ષણ અહેવાલમાં જણાવ્યું હતું કે, "મને જાણવા મળ્યું છે કે ઘરેલું (ભારત) અને આંતરરાષ્ટ્રીય બજારો (યુએસ) માં પતંજલિના બ્રાન્ડ નામ અને ભારતીય લેબલ પરના ઔષધિયમાં ફેરફાર છે."