ETV Bharat / business

સપ્તાહના બીજા દિવસે શેર બજારની ધમાકેદાર શરૂઆત, નિફ્ટી 15,000ને પાર - નિફ્ટી

સપ્તાહના બીજા દિવસ મંગળવાર શેર બજાર માટે પણ મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે. આજે સેન્સેક્સ 571.57 પોઈન્ટ (1.15 ટકા)ના વધારા સાથે 50,152.30ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 181.05 પોઈન્ટ (1.21 ટકા)ના વધારા સાથે 15,104ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના બીજા દિવસે શેર બજારની ધમાકેદાર શરૂઆત, નિફ્ટી 15,000ને પાર

author img

By

Published : May 18, 2021, 10:17 AM IST

  • સપ્તાહનો બીજો દિવસ શેર બજાર માટે રહ્યો મંગળ
  • સેન્સેક્સમાં 571.57 પોઈન્ટનો વધારો જોવા મળ્યો
  • નિફ્ટીમાં 181.05 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી મળતા સારા સંકેતના કારણે ભારતીય શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 571.57 પોઈન્ટ (1.15 ટકા)ના વધારા સાથે 50,152.30ના સ્તર પર જોવા મળ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 181.05 પોઈન્ટ (1.21 ટકા)ના વધારા સાથે 15,104ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ પેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

આ શેર પર સૌની નજર ટકી રહેશે

શેર બજારની શરૂઆત ધમાકેદાર થઈ છે ત્યારે આજે દિવસભર GLAND PHARMA, RELIANCE, PVR, HCL TECH, NUCLEUS SOFTWARE, STRIDES PHARMA, VENKYS, AARTI INDUSTRIES, BHARTI AIRTEL જેવા શેર્સ પર સૌની નજર ટકી રહેશે.

આ પણ વાંચોઃ કેઇર્ન 1.7 અબજની વસૂલાત માટે એર ઇન્ડિયાની સંપત્તિ કબજે કરવા કરી શકે છે કાર્યવાહી

એશિયાઈ બજારમાં મિશ્ર પ્રતિસાદ

વૈશ્વિક બજાર તરફથી આજે સારા સંકેત મળી રહ્યા છે. જ્યારે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. આજે SGX Nifty 166 પોઈન્ટના વધારા સાથે 15,112.00ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 1.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 577.81 પોઈન્ટની મજબૂતી સાથે 28,402.64ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો DOW FUTURES 75 પોઈન્ટ ઉપર જોવા મળ્યો છે. જ્યારે સોમવારે અમેરિકાનું બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. DOW 54 પોઈન્ટ ગગડ્યો હતો. તો નાસડેકમાં પણ 0.40 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ટેક્નોલોજી શેરમાં પણ ઘટાડાના કારણે નાસડાકમાં દબાણ જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.