- વૈશ્વિક બજાર તરફથી આજે ફરી મિશ્ર સંકેત મળ્યા
- સેન્સેક્સમાં 11.78 પોઈન્ટ (0.02 ટકા)નો વધારો
- નિફ્ટીમાં 4.20 પોઈન્ટ (0.03 ટકા)નો વધારો થયો
અમદાવાદઃ વૈશ્વિક બજાર તરફથી આજે મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 11.78 પોઈન્ટ (0.02 ટકા)ના વધારા સાથે 51029.30ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 4.20 પોઈન્ટ (0.03 ટકા)ના વધારા સાથે 15305.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- GST: કેસિનો, ઓનલાઇન ગેમિંગ પરના કરને ધ્યાનમાં લેવા એક સમિતીની કરવામાં આવી રચના
આ શેર પર સૌની નજર રહેશે
સપ્તાહના ચોથા દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત થઈ છે. ત્યારે શેર બજારમાં આજે CADILA, BPCL, MSCI REBALANCING અને CUMMINS INDIA જેવી કંપનીઓના શેર્સ પર તમામ રોકાણકારોની નજર ટકી રહેશે.
આ પણ વાંચો- અમૂલની જાહેરાત વિરુદ્ધની અરજી ફગાવતું ASCI, કહ્યું સોયા મિલ્ક એ દૂધ નથી
SGX NIFTY અને DOW FUTURESમાં પણ ફ્લેટ વેપાર
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારની શરૂઆત આજે દબાણ સાથે થઈ છે, પરંતુ SGX NIFTY અને DOW FUTURESમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. SGX NIFTY 11.50 પોઈન્ટના વધારા સાથે 15,312.50ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.45 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 193.16 પોઈન્ટના ઘટાડા સાથે 28,449.03ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.74 ટકાના ઘટાડા સાથે 16,588.70ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.50 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 0.63 ટકાની કમજોરી જોવા મળી છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.16 ટકાની મજબૂતી જોવા મળી છે. જોકે, ગઈકાલે DOW અને S&P 500 સામાન્ય વધારા સાથે બંધ થયા હતા.