- શેરબજારમાં થઇ શકે છે ફેરફાર
- કોરોનાના કારણે શેરબજારમાં આવી શકે છે ઉતાર ચડાવ
- રજાના કારણે રોકાણકારો નજર રાખશે આંતરરાષ્ટ્રીય બજાર પર
નવી દિલ્હી: શેરબજારના જાણકારોનું માનવું છે કે આ અઠવાડિયામાં રજાઓ આવી રહી છે સાથે જ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે જેના કારણે શેરબજારમાં ઉતાર ચડાવ જોવા મળી શકે છે. આ અઠવાડિયામાં સોમવારે હોળી છે અને શુક્રવારે ગુડ ફ્રાઇડે છે. ચોક બૉક્સિંગના સતિશ કુમારે જણાવ્યું હતું કે 'રોકાણકારો કોરોનાની સ્થિતિ અને યુએસ બોન્ડની સ્થિતિ પર પોતાની નજર રાખશે.' છેલ્લા એક અઠવાડીયામાં BSEના 30 શેરમાં 849.74 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
રોકાણકારો આંતરરાષ્ટ્રીય બજારો પર રાખશે નજર
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના રિટેઇલ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં જો ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો રજા હોવાના કારણે શેરબજારમાં ફેરફાર જોવા મળશે જ્યારે ટ્રેડર્સ ગ્લોબલ માર્કેટ પર વધારે નજર રાખશે. જીઓજીત ફાઇનાન્સના હેડ રિસર્ચર વિનોદ નાયરે જણાવ્યું હતું કે માર્કેટ કોરોનાની બીજી લહેરના કારણે શેર માર્કેટમાં ફેરફાર જોવા મળી શકે છે. માર્કેટમાં સ્થિરતા રહેશે કે નહીં તે રસીકરણ અને ચોથા ક્વાટરના પરિણામો પર આધાર રાખશે.
વધુ વાંચો: ભારતમાં આર્થિક સ્થિતિમાં સુધારાની શરૂઆત, પણ હજીય પડકારો છે
24 ક્લાકમાં દેશમાં નોંધાયા 68,020 નવા કેસ
સોમવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના નવા 68,020 કેસ જોવા મળ્યા છે, જે ઑક્ટોબર બાદ સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્નાટકમાં કોરોનાના કેસ વધાતા રોકાણકારોમાં ચિંતા વધી રહી છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 24 ક્લાકમાં મહારાષ્ટ્રમાં 40,414 નવા કેસ નોંધાયા છે.
વધુ વાંચો: નાણાં પ્રધાને આર્થિક પેકેજ કર્યું જાહેરઃ આવકવેરાનું રીટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 30 નવેમ્બર કરાઈ