અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 460.49 પોઈન્ટ (0.82 ટકા)ના વધારા સાથે 56,282.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 134.80 પોઈન્ટ (0.81 ટકા)ની મજબૂતી સાથે 16,749ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Multibagger stocks : રોકાણકારોને આ મલ્ટિબેગર સ્ટોક્સે માલમાલ કર્યાં, નફો જાણી ચકિત થશો
આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં
આજે દિવસભર અદાણી એન્ટ (Adani Ent), શ્રી સિમેન્ટ (Shree Cement), રેલટેલ (Railtel), વિપ્રો (Wipro), અશોક લેલેન્ડ (Ashok Leyland), ગોદરેજ કન્ઝ્યુમર (Godrej Consumer), રોલેક્સ રિંગ્સ (Rolex Rings), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), આઈડીબીઆઈ બેન્ક (IDBI Bank), સ્ટ્રાઈડ્સ ફાર્મા (Strides Pharma) જેવી કંપનીના સ્ટોક્સ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Investment for child : બાળકોના ભવિષ્ય માટેના ભાવિ રોકાણ માટે કેવી સમજદારીથી આયોજન કરશો?
વૈશ્વિક બજારની સ્થિતિ
વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 150.50 પોઈન્ટ વધ્યો છે. તો નિક્કેઈ લગભગ 2 ટકાના વધારા સાથે 28,496.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સાથે જ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.60 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.59 ટકાના વધારા સાથે 17,772.64ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.22 ટકાની તેજી જોવા મળી રહી છે. તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.22 ટકાના વધારા સાથે 3,601.45ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.