- વૈશ્વિક બજાર તરફથી પોઝિટિવ સંકેત મળ્યા
- સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત
- સેન્સેક્સ 202 અને નિફ્ટી 57 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી પોઝિટિવ સંકેત મળી રહ્યા છે, જેના કારણે આજે (ગુરુવારે) સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 202.10 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 58,851.78ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 57.40 પોઈન્ટ (0.33 ટકા)ના ઉછાળા સાથે 17,527.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
આ સ્ટોક ચર્ચામાં રહેશે
આજે દિવસભર સૌથી વધુ રેલટેલ (Railtel), એચસીએલ ટેક (HCL Tech), વિનસ રેમડીઝ (Venus Remedies), ગ્લાન્ડ ફાર્મા (Gland Pharma), આરઈસી (REC), આરઆઈએલ એમ એન્ડ એમ (RIL/M&M), ન્યુજન કેમિકલ્સ (Neogen Chemicals) જેવા સ્ટોક ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો- Business News: RBIએ નગર અર્બન કો-ઓપરેટિવ બેન્ક પર અંકુશ લગાવ્યો, વિથડ્રોની મર્યાદા કરી 10,000 રૂપિયા
વૈશ્વિક બજાર પર એક નજર
વૈશ્વિક બજાર પર (World Stock Market) એક નજર કરીએ તો, આજે એશિયન માર્કેટમાં ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટીમાં (SGX Nifty) 79 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.15 ટકાના ઘટાડા સાથે 28,818.53ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.36 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.19 ટકાના ઉછાળા સાથે 17,865.63ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.83 ટકાના વધારા સાથે 24,195.12ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.55 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.42 ટકાના વધારા સાથે 3,652.91ના સ્તર પર જોવા મળી રહ્યું છે.