ETV Bharat / business

Stock Market India: રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 90 અને નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 90.99 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 57,806.49ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 19.65 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,213.60ના સ્તર પર બંધ થયો છે.

author img

By

Published : Dec 29, 2021, 4:19 PM IST

Stock Market India: રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 90 અને નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો
Stock Market India: રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 90 અને નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 90.99 પોઈન્ટ (0.16 ટકા)ના ઘટાડા સાથે 57,806.49ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક માર્કેટનો નિફ્ટી (Nifty of National Stock Market) 19.65 પોઈન્ટ (0.11 ટકા)ના ઘટાડા સાથે 17,213.60ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ ફ્લેટ રહી હતી, જેના કારણે માર્કેટમાં કોઈ વધારે ઉથલપાથલ જોવા મળી નહતી. તેના કારણે સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે.

આ પણ વાંચો- Important Health Policies: ટોપ અપ આરોગ્ય વીમા યોજનાઓ અંગે જાણો, તમને કઈ રીતે થશે ઉપયોગી

વર્ષ 2022 રહેશે IPOના નામે

વર્ષ 2021માં રોકાણકારો અને કંપનીઓ IPOથી ઘણું કમાયા છે. ત્યારે હવે વર્ષ 2022માં પણ IPOની લાઈન લાગશે. ત્યારે વર્ષ 2022માં IPOથી 1.5 લાખ કરોડ રૂપિયા એકત્રિત થવાની આશા છે. આવતા વર્ષે સૌથી વધુ રકમ સરકારની LIC એકઠી કરી શકે છે, જે વર્ષ 2022ના પહેલા 6 મહિનામાં પોતાનો મેગા IPO લાવવાની તૈયારીમાં છે. આ ઉફરાંત દિલ્હીવેરી (Delhivery), ડ્રુમ (Droom), મોબીક્વિક (Modikwik), ફાર્માઝી (Pharmeasy), બાયજુઝ (Byju's), ફેક્સકોન (Faxconn), ફેબ ઈન્ડિયા (Fab India) જેવી કંપનીઓ IPO લાવશે.

આ પણ વાંચો- Good News for Tax Payers: હવે ITR વેરિફિકેશન ફેબ્રુઆરી સુધી કરી શકાશે, IT વિભાગે તારીખ લંબાવી

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, આઈશર મોટર્સ (Eicher Motors) 3.30 ટકા, સન ફાર્મા (Sun Pharma) 2.91 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 2.72 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.13 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.03 ટકા ઉંચકાયેલા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કીરએ તો, આઈટીસી (ITC) - 1.50 ટકા, એસબીઆઈ (SBI) -1.47 ટકા, કોલ ઈન્ડિયા (Coal India) -1.41 ટકા, ગ્રેસિમ (Grasim) -1.07 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -1.07 ટકા ગગડ્યા છે.

સેન્સેક્સઃ -90.99

ખૂલ્યોઃ 57,892.31

બંધઃ 57,806.49

હાઈઃ 58,097.07

લોઃ 57,684.58

NSE નિફ્ટીઃ -19.65

ખૂલ્યોઃ 17,220.10

બંધઃ 17,213.60

હાઈઃ 17,285.95

લોઃ 17,176.65

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.