ETV Bharat / business

Stock market decline: મોડર્નાના સીઈઓના કોરોનાના નવા વેરિયન્ટ અંગે નિવેદન પછી સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટ્યો - ટોપ લૂઝર્સ સ્ટોક

શેરબજારમાં નરમાઈનો દોર આગળ વધ્યો હતો. એફઆઈઆઈની વેચવાલી (FII Net Sell) ચાલુ રહી હતી, પરિણામે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી (Stock market decline) ફરી વળી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ (BSE Sensex Update) 195.71(0.34 ટકા) ઘટી 57,064.87 બંધ થયો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ (NSE Nifty Update) 70.75(0.41 ટકા) ઘટી 16,983.20 બંધ થયો હતો.

Stock market decline: મોડર્નાના સીઈઓના કોરોનાના નવા વેરિયન્ટ અંગે નિવેદન પછી સેન્સેક્સ 195 પોઈન્ટ ઘટ્યો

author img

By

Published : Nov 30, 2021, 6:48 PM IST

  • કોરોનાના નવા Omicron variant પર વેક્સિન ઓછી અસરકારક
  • વિશ્વના સ્ટોક માર્કેટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
  • વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકતાં વિવિધ દેશો
  • નિવેદનના પગલે Stock market decline

અમદાવાદ- મોડર્નાના સીઈઓનું મોટું નિવેદન બહાર આવ્યું છે કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયેન્ટ પર વેક્સિન ઓછી અસરકારક (Modena CEO's statement about new Corona variant omicron) છે. મોડર્નાના કહેવા અનુસાર વેક્સિન બનાવવામાં ખૂબ લાંબો સમય લાગી જશે. આ નિવેદન પછી નવા વાયરસને રોકવા માટે વિદેશી યાત્રા પર પ્રતિબંધ મુકનાર દેશોની સંખ્યા ધડાધડ વધી રહી (Impact of Omicron variant on the stock market) છે. આ સમાચારને પગલે વિદેશના સ્ટોક માર્કેટમાં ઑલ રાઉન્ડ વેચવાલીથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી રહી હતી, અને શેરોના ભાવ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઝડપી તૂટ્યાં (Stock market decline) હતાં.

BSE SENSEX 195.71 ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex Update) આગલા બંધ 57,260.58ની સામે 57,272.08 ખુલ્યો હતો, અને શરૂમાં વધીને 58,183.77 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 56,867.51 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 57,064.87 બંધ થયો હતો, જે 195.71નો ઘટાડો (Stock market decline) દર્શાવે છે.

NSE NIFTY 70.75 ઘટ્યો

નેશનલ સ્ટોક માર્કેટનો નિફટી ઈન્ડેક્સ (NSE Nifty Update) આગલા બંધ 17,053.95ની સામે આજે સવારે 17,051.15 ખુલ્યો હતો, અને શરૂમાં વધીને 17,234.65 થઈ અને ત્યાંથી ઘટી 16,931.40 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 16,983.20 બંધ થયો હતો, જે 70.75નો ઘટાડો (Stock market decline) દર્શાવે છે.

એફઆઈઆઈનું નવેમ્બરમાં 34,456 કરોડનું નેટ સેલ

ઓમીક્રોન ન્યૂ વેરિયન્ટ્સને (Omicrone variant) કારણે વિશ્વના સ્ટોક માર્કેટમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જો કે ભારતમાં હજી કોઈ એવો કેસ નોંધાયો નથી. તેમ છતાં વિદેશી સ્ટોક માર્કેટના નેગેટિવ અહેવાલો (Modena CEO's statement about new Corona variant omicron) પાછળ ભારતીય શેરબજારમાં વેચવાલીથી શેરના ભાવ ઘટ્યા હતા. એફઆઈઆઈ સતત વેચવાલ (FII Net Sell) રહી છે. 29 નવેમ્બર સુધીના નવેમ્બર મહિનામાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 34,456 કરોડનું નેટ સેલ કર્યું છે. તેમજ તેની આગળના ઓકટોબર મહિનામાં કુલ રૂપિયા 25,572 કરોડનું નેટ સેલ કર્યું છે. આમ એફઆઈઆઈ વેચવાલીથી શેરબજારનું સેન્ટિમેન્ટ (Stock market decline) ખરડાયું છે.

ટુરિઝમ, એરલાઈન અને હોસ્પિટાલિટી સેકટરના શેરોમાં સુધારો

આજે ખાસ કરીને મેટલ, ઓટોમોબાઈલ અને ફાઈનાન્સિયલ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલીથી ગાબડાx (Stock market decline)પડ્યા હતા. આજે ટુરિઝમ, એરલાઈન અને હોસ્પિટાલિટી સેકટરના શેરોમાં નીચા મથાળે નવી લેવાલીથી સુધારો આવ્યો હતો. મારૂતિ સુઝુકીએ ઈકોમાં રૂપિયા 8000નો કિમતમાં વધારો કર્યો છે, નવી કિમત આજથી લાગુ કરાઈ છે. આઈપીઓ માર્કેટમાં તેજી ચાલી રહી છે. આજે ગો ફેશનના નવા શેરનું લિસ્ટીંગ થયું છે, જેમાં ગો ફેશનનો શેર 563ના ઊંચા ભાવે રૂપિયા 1253.70 બંધ થયો હતો. જે 81 ટકા પ્રિમિયમથી લિસ્ટિંગ થયો છે.

Top Gainers stock

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં પાવર ગ્રીડ(3.43 ટકા), ટાઈટન કંપની(2.18 ટકા), બજાજ ફિનસર્વ(1.98 ટકા), નેસ્લે(1.33 ટકા) અને બજાજ ફાઈનાન્સ(1.27 ટકા) રહ્યાં હતાં.

Top Lossers stock

જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં તાતા સ્ટીલ(3.87 ટકા), કોટક મહિન્દ્રા(2.87 ટકા), બજાજ ઓટો(1.72 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(1.62 ટકા) અને ભારતી એરટેલ(1.48 ટકા)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

આ પણ વાંચોઃ Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.