ETV Bharat / business

સોનિયાએ વડાપ્રધાનને લખ્યો પત્ર, પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા કરી માગ - પેટ્રોલ ડીઝલ ભાવ વધારો સોનિયા ગાંધી

વડાપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર 2,60,000 કરોડની વધારાની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ જ્યારે વડાપ્રધાન દેશની જનતા પાસે આત્મનિર્ભર રહેવાની અપેક્ષા રાખે છે ત્યારે આવા સંકટ સમયે લોકો પર આર્થિક ભાર મૂકવો તે યોગ્ય નથી.

સોનિયા
સmોનિયા
author img

By

Published : Jun 16, 2020, 7:23 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારાને લગતા નિર્ણયને સંવેદનશીલ ગણાવ્યો અને કોરોના રોગચાળાના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંગળવારે આ વધારો પાછો ખેંચવા વિનંતી કરી હતી.

વડાપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરીને સરકાર 2,60,000 કરોડની વધારાની આવક વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યારે વડાપ્રધાન દેશની જનતા પાસે આત્મનિર્ભર રહેવાની અપેક્ષા રાખે છે, ત્યારે આવા સંકટ સમયે લોકો પર આર્થિક ભાર મૂકવો તે યોગ્ય નથી.

સોનિયાએ કહ્યું, "વર્તમાન કોવિડ -19 રોગચાળા સામેની લડત દરમિયાન ભારતને આરોગ્ય, આર્થિક અને સામાજિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મને દુ:ખ છે કે આવા મુશ્કેલ સમયમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ અસંવેદનશીલ નિર્ણય છે. "

કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે નવ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સરકાર મુશ્કેલીના સમયમાં લોકોને લાભ આપવા માટે કંઇ કરી રહી નથી.

તેમણે કહ્યું કે, "હું તમને વિનંતી કરું છું કે આ વધારો પાછો ખેંચો અને ક્રૂડ ઑઇલના નીચા ભાવનો લાભ દેશના નાગરિકોને આપવામાં આવે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.