બેંગલુરુ: 100થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમબી) અને સ્ટાર્ટઅપ કંપનીઓ આ વર્ષે 6 અને 7 ઓગસ્ટના 'પ્રાઇમ ડે' પર 17 વિવિધ કેટેગરીમાં 1000થી વધુ નવા ઉત્પાદનોને એમેઝોન.ઇન પર રજૂ કરશે.
એમેઝોને એક નિવેદનમાં કહ્યું છે કે, હજારો સ્થાનિક દુકાનો પણ પ્રાઇમ ડે પર પ્રથમ વખત એમેઝોનના મંચ પર તેમના ઉત્પાદનો રજૂ કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમેઝોન લોન્ચપેડ પ્રોગ્રામ અંતર્ગત સ્ટાર્ટઅપ કંપનીઓ અને નાના અને મધ્યમ ઉદ્યોગો પોતાના અલગ અને વિવિધ પ્રકારનાં ઉત્પાદનની ઓફર કરવા જઈ રહ્યા છે.
આ ઉત્પાદનોમાં આરોગ્ય અને વ્યક્તિગત સંભાળ, સુંદરતા, કરિયાણા અને ઘરના ઉત્પાદનો શામેલ છે.
આ સિવાય પ્રાઇમ ડે પર 'કારીગર' અને 'સહેલી' સાથે સંકળાયેલા કારીગરો અને મહિલા ઉદ્યમીઓ પણ પ્રોડક્ટ્સ રજૂ કરશે.